અમદાવાદઃ ઊંટ લારીમાં કાર લાવી પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસનો વિરોધ

0

પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે આજે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન ચાલી રહ્યુ છે ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઊંટ લારીમાં કાર લાવી પોતાનો વિરોધ નોંધાવ્યો અને ભાવ વધારો પાછો ખેંચવા માંગણી કરી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા ભાવ વધારા સામે આજે રાજ્યવ્યાપી આંદોલન ચાલી રહ્યુ છે.

 અમદાવાદના સરદારબાગ ખાતે પણ આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઊંટ લારીમાં કાર લાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ કાર પર લખવામાં આવ્યું હતું કે હું આત્મ નિર્ભર છું . સરકાર સામે ભારે સુત્રોચ્ચાર કરી પેટ્રોલ- ડીઝલના ભાવ વધારો પાછો ખેંચવા માંગણી કરી છે. પરંતુ આ પ્રદર્શનને મંજૂરી ન હતી જેને લઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહીત 30થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here