Connect Gujarat
Featured

અમદાવાદ: કોંગ્રેસે થલતેજ વોર્ડમાં શિક્ષિત ઉમેદવારોને ઉતાર્યા મેદાને, જુઓ પ્રચાર

અમદાવાદ: કોંગ્રેસે થલતેજ વોર્ડમાં શિક્ષિત ઉમેદવારોને ઉતાર્યા મેદાને, જુઓ પ્રચાર
X

અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં થલતેજ વોર્ડમાં કોંગ્રેસના શિક્ષિત ઉમેદવાર દર્શિલ ગઢવી કોંગ્રેસના દરેક ઉમેદવાર માટે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે તેઓ સાદાઈથી કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસે અનેક બેઠકો પર યુવા ચેહરાઓ મેદાનમાં ઉતર્યા છે શહેરના થલતેજ વોર્ડમાં કોંગ્રેસના શિક્ષિત ઉમેદવાર દર્શિલ ગઢવી કોંગ્રેસના દરેક ઉમેદવાર માટે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે કોંગ્રેસે અહીં પ્રથમવાર કોઈ યુવા ચેહરાને ટિકિટ આપી છે અને ઉમેદવાર દર્શિલ ગઢવી સાદાઈ સાથે અને શાંતિથી પોતાનો અને પેનલનો પ્રચાર કરી રહયા છે.

દર્શિલ ગઢવી આર્કીટેક એન્જીન્યર છે અને પોતના વ્યવસાય સાથે સંકળાયેલ છે દર્શિલ પહેલેથી કોંગ્રેસની યુવા પાંખ સાથે સંકળાયેલ છે અને અમદાવાદમાં વિધાર્થીઓના પ્રશ્નો ને લઇ હંમેશા સક્રિય રહયા છે તો તેમણે અનેક આંદોલન પણ કર્યા છે આમ કોંગ્રેસમાં દર્શિલ સતત સક્રિય રહયા અને પ્રથમવાર તેમણે ટિકિટ માંગતા કોંગ્રેસે તેમની પસંદગી કરી દર્શિલ પોતાનો અને પેનલના પ્રચારમાં પણ બહુ લોકોને જોડતા નથી દરેક ઘરે મળી તે કોંગ્રેસ માટે મત માંગી રહયા છે.

Next Story