Connect Gujarat
Featured

અમદાવાદ : કનેકટ ગુજરાતની ટીમ પહોંચી સિવિલ હોસ્પિટલમાં, જુઓ કેવી રીતે થાય છે દર્દીઓનો ઇલાજ

અમદાવાદ : કનેકટ ગુજરાતની ટીમ પહોંચી સિવિલ હોસ્પિટલમાં, જુઓ કેવી રીતે થાય છે દર્દીઓનો ઇલાજ
X

અમદાવાદની સિવિલ હોસ્પિટલ જયાં રાખવામાં આવેલાં વેન્ટીલેટર પર જીવન અને મરણ રોજ ધબકારા લઇ રહયું છે. કોરોનાથી કોઇ સાજુ થઇ જાય છે તો કોઇ સદગતિને પામી જાય છે. લોકોના માનસપટ પર કોરોના વાયરસનો ડર હાવી થઇ ગયો છે ત્યારે લોકશાહીના ચોથા સ્તંભ તરીકે કનેકટ ગુજરાતની અમારી ટીમ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી અને અમારા સંવાદદાતાએ મોતને નજીકથી જોયુ તો ખુશીની

અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેટલાક સમયથી વિવાદમાં ઘેરાયેલી છે. દર્દીઓની સારવારનો મુદ્દો હોય કે પછી ધમણ વેન્ટીલેટરનો વિવાદ હોય.. કોરોના વાયરસના સંક્રમણ પહેલાં કોરોનોના દર્દીઓ માટે 1,200 બેડ તૈયાર કરવામાં આવ્યાં હતાં પણ હાલના તબકકે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 10 હજારને પાર કરી ચુકી છે ત્યારે હોસ્પિટલ હવે નાની પડી રહી હોય તેમ લાગી રહયું છે. હવે સિવિલ હોસ્પિટલમાં ચાલતી સારવાર અંગે…. કોરોના વાયરસ સામે રક્ષણ આપતી પીપીઇ કીટ પહેરી રહેલો આ વ્યકતિ તબીબ નથી પણ

અમદાવાદમાં કોરોના વાયસરના દરરોજ સરેરાશ 300થી 350 કરતા પણ વધુ કેસો નોંધાઈ રહ્યા છે. જોકે સારી વાત એ પણ છેકે તેની સાથે દરરોજ 500થી 600 લોકો કોરોનામાંથી સાજા થઇને ડિસ્ચાર્જ પણ થઈ રહ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 16,794 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાથી 1,038 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે 9,919 લોકો સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.

એશિયાની સૌથી મોટી 1200 બેડની કોવિડ હોસ્પિટલની અંદર ચકલુંય ફરકી ન શકે તેવી ચુસ્ત વ્યવસ્થા વચ્ચે કનેકટ ગુજરાતની ટીમ પહોંચી છે હોસ્પિટલની અંદર….હોસ્પિટલના વોર્ડમાં પીપીઇ કીટ સાથે અમારો કેમેરો પહોંચ્યો હતો વિવિધ વોર્ડમાં...વેન્ટીલેટર પર ધબકારા લેતી જીંદગી વચ્ચે નીરવ શાંતિનો માહોલ હતો. પીપીઇ કીટ જે સામાન્ય માણસ બે કલાક સુધી પણ પહેરી શકતો નથી તેને તબીબો અને મેડીકલ સ્ટાફ 12 કલાક સુધી પહેરીને લોકોની સારવાર કરી રહયાં છે.

સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેવા આવતાં દર્દીઓ માટે અલગ અલગ વોર્ડ બનાવવામાં આવ્યાં છે. પીપીઇ કીટ સાથે તમે ગ્રીનમાંથી રેડ ઝોનમાં પ્રવેશ આપવામાં આવે છે. દર્દીઓને તેમના લક્ષણોના આધારે અલગ અલગ વોર્ડમાં રાખવામાં આવે છે અને અહીં આઇસીયુ કેર પણ ઉભું કરવામાં આવ્યું છે.

અહીં આઇસીયુમાં અનેક દર્દીઓ દાખલ છે તેના માટે નિષ્ણાત ડોક્ટરો અને સ્ટાફ તૈનાત છે અહીં આઇસીયુ યુનિટમાં પર્યાપ્ત માત્રામાં વેન્ટિલેટર ઉપલબ્ધ છે. દવાઓનો સ્ટોક પણ ઉલબ્ધ છે અહીં કાર્યરત રેહનાર ડોક્ટર અને સ્ટાફ સતત 10 થી 12 કલાક પોતાની ફરજ બજાવે છે. અહીં દરેક દર્દી પર વ્યકતિગત ધ્યાન આપવામાં આવે છે. ઉપરાંત પીપીઈ કીટ પેહરી હોવાથી એક બીજા ની ઓળખાણ થાય તે માટે દરેક કીટ પર નામ સાથે ના લોગો મારવામાં આવે છે અહીં બીજા કોઈ ને પણ આવવાની મનાઈ છે.

અહીં કામ કરવું જોખમી છે પણ અહીંના ડોક્ટર અને તેની ટીમ સતત દર્દીઓનો જીવ બચાવવા પ્રયત્નશીલ રહે છે. આ હોસ્પિટલમાંથી સાજા થઇ પોતાના ઘરે પરત ફરી રહેલ તરુલત્તાબેને કનેક્ટ ગુજરાત સાથે વાત કરી અને કહ્યું કે છેલ્લા 24 દિવસ થી હું સારવાર લઇ રહેલ આજે મને રજા આપવામાં આવી છે અહીં સારી સારવાર છે અને ડોક્ટર અને સટાફ પણ સરસ છે અહીં પરિવાર જેવું વાતવરણ છે અહીં કોઈ તકલીફ નથી.

કોરોના વાયરસ ચેપી હોવાથી હોસ્પિટલમાં દર્દી સાથે તેમના સ્વજનોને રેહવાની મનાઈ છે. સારવાર લઇ રહેલાં દર્દીને કોઈ ઘરેથી સમાન જોતો હોઈ તો તેના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અહીં નીચે બનાવેલ હેલ્પ ડેસ્ક પર દર્દીનો સામાન આવે ત્યારબાદ વોલિયેન્ટર તે સામાન તે દર્દી સુધી પહોંચતો કરે છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલ વિશે અનેક વાતો તમે સાંભળી હશે પણ એક નીડર અને નિષ્પક્ષ મીડીયા હાઉસ તરીકે અમે જીવના જોખમે કોવીડ હોસ્પિટલની મુલાકાત લઇ સત્ય તમારી સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતમાંથી કોરોના વાયરસ નાબુદ થાય અને સારવાર લઇ રહેલાં દર્દીઓ ઝડપથી સાજા થાય તેવી કનેકટ ગુજરાત ઇશ્વરને પ્રાર્થના કરે છે…….

Next Story