અમદાવાદ : કોરોના “હોટ સ્પોટ” બનતું અટકાવવા લેવાઈ તકેદારી, સુરત આવતી-જતી એસ.ટી. બસ સેવા બંધ કરાઇ

0

અમદવાદ બાદ સુરતમાં હવે કોરોનાના કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદથી સુરત આવતી જતી એસ.ટી. બસ સેવા બંધ કરવામાં આવી છે. સુરતમાં વધી રહેલા કેસ બાદ લોકો અમદાવાદ આવી રહ્યા છે, ત્યારે લોકોના સ્વાસ્થ્યની સલામતી માટે એસ.ટી. સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અનલોક દરમ્યાન અમદાવાદ અને સુરત વચ્ચે શરૂ થયેલ એસટી બસ સેવા ફરીથી બંધ કરવામાં આવી છે. જે પ્રમાણે સુરતમાં દિન પ્રતિદિન કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે, તેને જોતા એસ.ટી. ટ્રાન્સપોર્ટેશન સેવા બંધ કરવામાં આવી છે. એસ.ટી. બસમાં વધુ લોકો ભેગા થવાથી એસ.ટી. બસ સેવાને બંધ કરવામાં આવી છે.

અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ખાનગી સાધનમાં જો કોઈ પણ વ્યક્તિ આવશે તો તેનું ટોલ ટેક્સ ખાતે કોરોના ચેકપોસ્ટ બનાવામાં આવી છે, જ્યાં સુરતથી આવતા તમામ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવે છે. જોકે ગતરોજ શનિવારની સવારથી સાંજ સુધીમાં ચેકિંગ દરમ્યાન 22 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. અમદાવાદ જિલ્લો ફરી કોરોના હોટ સ્પોટ ન બને તે માટે તમામ તકેદારીના ભાગરૂપે પગલાં લેવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here