Connect Gujarat

અમદાવાદ : બે અધિકારીઓને ફરજ બજાવવાની ના પાડવાનું પડયું ભારે, વાંચો શું છે ઘટના

અમદાવાદ : બે અધિકારીઓને ફરજ બજાવવાની ના પાડવાનું પડયું ભારે, વાંચો શું છે ઘટના
X

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે વહીવટીતંત્ર ખડેપગે લોકડાઉનનો અમલ કરાવી રહયું છે ત્યારે કોરોના વાયરસના સંદર્ભમાં સોપાયેલી કામગીરી કરવાનો ઇન્કાર કરનારા અમદાવાદના બે અધિકારીઓને ડેપ્યુટી કલેકટરે નોટીસ ફટકારી છે.

રાજયમાં વધી રહેલા કોરોના વાયરસના દર્દીઓની સંખ્યાને ધ્યાને લઇ સરકાર તથા વહીવટીતંત્ર સુચારૂ પગલાં ભરી રહયું છે. બીજી તરફ લોક ડાઉન દરમિયાન લોકોને જીવન જરૂરીયાતની વસ્તુઓની અછત ન પડે તેના માટે પગલાં ભરાઇ રહયાં છે. કેન્દ્ર સરકારના ગૃહ સચિવની સુચના અનુસાર ફરજ પરના અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ સંલગ્ન વ્યકતિઓને મુકિત પાસ આપવામાં આવી રહયાં છે.

આ માટે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડૉ.પી.એમ.પટેલ તેમજ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર ચેતનસિંહ વાઘેલાએ તેમને સોંપવામાં આવેલી જવાબદારીનો ઇન્કાર કરતાં સીટી ડેપ્યુટી કલેકટર અને ઇન્સીડન્ટ કમાન્ડર જે.બી.દેસાઇએ નોટીસ ફટકારી ખુલાસો પુછયો છે. બંને અધિકારીઓ યોગ્ય ખુલાસો નહી કરી શકે તો તેમની સામે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ 55 અને 56, ઇન્ડીયન પીનલ કોડની કલમ 188 તથા ધ એપેડેમીક એકટની કલમ 2 અને 3 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ડેપ્યુટી કલેકટરની કાર્યવાહીના પગલે ફરજમાં ઇન્કાર અને આળસ બતાવનારા અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Next Story
Share it