Connect Gujarat
Featured

અમદાવાદ : રાજયમાં કોરોના કેસમાં ધરખમ ઘટાડો, WHOએ કરી સરાહના

અમદાવાદ : રાજયમાં કોરોના કેસમાં ધરખમ ઘટાડો, WHOએ કરી સરાહના
X

રાજયમાં કોરોના કેસોનો ડ્રાફ નીચે આવી રહ્યો છે. રાજ્ય સરકારની આ કોરોના સામેની લડતને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા બિરદાવવામાં આવી છે.

રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી રાજ્ય સરકારે ગંભીરતા સાથે આ મહામારી સામે લડવા સમયબદ્ધ આયોજન કર્યું હતું. પહેલા જ દિવસથી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનાં અધ્યક્ષસ્થાને રાજ્યના ઉચ્ચ સનદી અધિકારીઓની કોર કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ છેલ્લાં 10 મહિનાથી નિયમિત રીતે દરરોજ કોવિડ સંદર્ભે ઉભી થતી પરિસ્થિતિઓનું આકલન કરીને યોગ્ય રણનીતિ સાથે પગલાંઓ લઈને અસરકારક આયોજન કર્યું છે. જેના પરિણામે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવામાં સફળતા મળી છે.

43 ટકા શહેરીકરણ ધરાવતા ગુજરાતમાં કોવિડનાં સંક્રમણનું જોખમ હતું, પરંતુ રાજય સરકારની વિશિષ્ટ રણનિતિ અને વિવિધ પગલાંઓને કારણે કોવિડ-19ની ગંભીર અસરોને નિવારી શકાઈ છે.અને અનેક જિલ્લાઓમાં કોરોનાની સ્થિત પર કંટ્રોલ મેળવી શકાયો છે અને અનેક વિસ્તારોમાં કોરોનાના આંકડા ડબલ ડિજિટ પર આવી ગયા છે. રાજય સરકારનાં કોવિડ વિરુધ્ધની આ રણનીતિઓ અને પગલાંઓનાં અભ્યાસ તથા તેનું આલેખનમાં વિશ્વ આરોગ્ય સંસ્થાની, ભારતની કચેરી દ્વારા રસ દાખવવામાં આવતા આ માટે ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ, ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર અને સ્ટેટ હેલ્થ સીસ્ટમ રીસોર્સ સેન્ટર - ગુજરાતને જવાબદારી સોંપવામાં આવી હતી. આ માટે WHOનાં માપદંડ/માર્ગદર્શિકા “Intra Action Review” મુજબ ગુજરાતનાં કોવિડ સામેનાં પ્રતિસાદ માટે તૈયાર કરવામાં આવેલ બે ડોકયુમેન્ટ અને વિવિધ વિડીયો કલીપ્સનું વિમોચન કરાયુ છે.

આઇઆઇએમ દ્વારા તૈયાર કરાયેલા આ અહેવાલ કોરોના સામેની કામગીરીમાં રાજયનાં મુખ્ય સચિવ લઇ જિલ્લામાં ફીલ્ડની કામગીરી કરતાં 70 થી વધુ કોરોના વોરિયર્સ સાથે વાતચીત કરી તૈયાર કરવામાં આવ્યો છે. જે અન્ય રાષ્ટ્રો તેમજ રાજયો માટે ભવિષ્યના આયોજનમાં મહત્વનો માર્ગદર્શક દસ્તાવેજ બની રહેશે. રાજ્ય સરકાર દ્વારા અપનાવેલ વિવિધ રણનિતિઓ, પગલાંઓ અને પહેલનાં અનુભવનો ઉપયોગ કરી તે લોકો સ્થાનિક કોવિડ સામેની લડાઇને વધારે અસરકારક બનાવી શકશે.

Next Story