Connect Gujarat
Featured

અમદાવાદ : કોવીડ હોસ્પિટલની ફાળવણીની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર!, બિલ પાસ કરવા હેલ્થ ઓફિસરે માંગી લાંચ,પછી શું થયું જુઓ

અમદાવાદ : કોવીડ હોસ્પિટલની ફાળવણીની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર!, બિલ પાસ કરવા હેલ્થ ઓફિસરે માંગી લાંચ,પછી શું થયું જુઓ
X

અમદાવાદ એન્ટી કરશન બ્યુરો દ્વારા કોવિડ મહામારી દરમ્યાન સિમ્સ હોસ્પિટલ ને કોવીડ હોસ્પિટલ તરીકે કોવિડ દર્દીઓને સારવાર આપી રહ્યું હતું. તે સમસ્યમાં જે બિલ તૈયાર થયા હોય તે બિલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા હોય છે. જેની રકમ દોઢ કરોડ જેટલી થઈ હતી. જેમાં તે બિલ પાસ કરવા માટે ડે . મ્યુન્સિપલ હેલ્થ ઓફિસર દ્વાર કરવાં આવતા હોય છે. જે બિલ પાસ કરવા માટે કુલ બિલની 10 ટકા રકમ લાંચ પેટે માગવામાં આવી હતી. જે લાંચ ડે. મ્યુન્સિપલ હેલ્થ ઓફિસર વતી ડો. નરેશ મલ્હોત્રાએ સરકારી આધિકારી ડો અરવિદ પટેલ વતી માગી હતી. જેમાં આજે ડો નરેશ મલ્હોત્રા ની ધરપકડ ACB દ્વારા કરવામાં આવી છે.

કોવીડ 19 મહામારી દરમ્યાન સરકાર દ્વારા અમદાવાદની અનેક હોસ્પિટલમાં MOU કરી કોવિડ 19 હોસ્પિટલ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી હતી. જેમાં કોઈ પણ દર્દી ખાનગી હોરપીટલમાં સારવાર માટે જાય કોવિડ 19 ની તો તેને મ્યુન્સિપલ કોર્પોરેશન ના ધારા ધોરણ પ્રમાણે ચાર્જ લઈને સારવાર આપવામાં આવે છે. તેના અમુક ટકા રકમ સરકાર તરફથી મ્યુન્સિપલ કોર્પોરેશન હોસ્પિટલને ચૂકવતી હોય છે. ત્યારે તેવી એક હોસ્પિટલ અમદાવાદની જાણીતી સિમ્સ હોસ્પિટલ છે જેમાં તેને કોવિડ 19 મહામારી દરમ્યાન જે દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. તેના બિલ પેટે તેને રૂપિયા દોઢ કરોડ લેવાના હતા આજેનું બિલ તેને ડે મ્યુન્સિપલ હેલ્થ ઓફિસર જોડે મૂક્યું હતું. તે બિલ પાસ કરવા માટે હેલ્થ ઓફિસર તરફથી ડો નરેશ મલ્હોત્રાએ રૂપિયા ની માગણી કરી હતી. જેમાં કુલ બિલના 10 ટકા આપવાના થશે તેવું કહેવામાં આવ્યું હતું. આને માગણી હેલ્થ ઓફિસર ડો અરવિંદ પટેલ તરફથી તેના વચેટિયા તરીકે કરવામાં આવી હતી. જેમાં ACB પુરાવા સાથે આપતા તેને આજે ડો નરેશ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે.

ડો નરેશ મલ્હોત્રાએ જે ટેલિફોનિક વાતચીત કરી હતી અને જે લાંચ ની માગણી કરી હતી તે તમામ વાતચીત રેકોર્ડ કરી ACB ને આપવામાં આવી હતી ACB તમામ તપાસ કરી ફરિયાદ દાખલ કરી હતી. ત્યાર બાદ આરોપી ડો નરેશ મલ્હોત્રાએ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ નામદાર કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ના મજુર કરવામાં આવી હતી. ડો નરેશ મલ્હોત્રાએ સિમ્સ હોસ્પિટલ સિવાય બીજી અન્ય ત્રણ હોસ્પિટલના નોડલ ઓફીસરોનો પણ સંપર્ક કરેલો હતો બીલો પાસ કરાવવા માટે જે પણ તપાસમાં બહાર આવ્યું છે. આરોપીએ જે આગોતરા જામીન મુખ્ય હતા તેમાં આરોપી ACB ને તપાસમાં સાથ અસહકાર ના આપતો હોવાનું પણ નોંધ કરી હતી. હાલમાં ACB એ આરોપી ડો નરેશની ધરપકડ કરી અને વધુ તપાસ શરુ કરી છે.

Next Story