Connect Gujarat
ગુજરાત

હાર્દિક પટેલની મુશ્કેલીમાં એક પછી એક વધારો, અમદાવાદની કોર્ટે કાઢ્યું નોન-બેલેબલ વોરંટ

હાર્દિક પટેલની મુશ્કેલીમાં એક પછી એક વધારો, અમદાવાદની કોર્ટે કાઢ્યું નોન-બેલેબલ વોરંટ
X

અમદાવાદની કોર્ટે પાટીદાર અનામત આંદોલનના શિલ્પી હાર્દિક વિરુદ્ધ નોન-બેલેબલ વોરન્ટ (એનડબલ્યુબી) કાઢ્યું છે. આ પહેલા કોર્ટે હાર્દિક પટેલને રાજદ્રોહના કેસની સુનાવણીમાં હાજર નહીં રહેવા બદલ ઠપકો આપ્યો હતો. અને હાર્દિક પટેલને જામીન પર મુક્ત કર્યો હતો, ત્યાર બાદ કેસની તારીખમાં હાજર રહેવા જણાવ્યું હતું. જો કે ફરીથી કેસની તારીખ પર હાજર નહીં રહેવા બદલ કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ કર્યું હતું.

હાર્દિક પટેલ અનામત આંદોલન સંલગ્ન કેસમાં વારંવાર કોર્ટમાં

હાજર રહેવાનું ટાળી રહ્યો છે જેને પગલે શુક્રવારે અમદાવાદની કોર્ટે તેની વિરુદ્ધ

બિન-જામીનપાત્ર વોરન્ટ જાહેર કર્યું છે. અગાઉ મોરબીની ટંકારાની કોર્ટે 2017ના કેસમાં મંજૂરી વગર રેલી યોજવા

બદલ હાર્દિક વિરુદ્ધ એનડબલ્યુબી જાહેર કર્યું હતું. ગત મહિને રાજદ્રોહની કેસમાં

અમદાવાદની કોર્ટે હાર્દિક પટેલ સામે બિન-જામીનપાત્ર વોરન્ટ કાઢ્યું હતું. જો કે

બાદમાં હાર્દિકને તમામ તારીખ પર હાજર રહેવા સહિતની કડક શરતો સાથે જામીન મંજૂર કરાયા

હતા.

Next Story