Connect Gujarat
Featured

અમદાવાદ : પહેલી માર્ચથી કોવીડ રસીકરણનો બીજો તબકકો, જુઓ કોને અપાશે રસી

અમદાવાદ : પહેલી માર્ચથી કોવીડ રસીકરણનો બીજો તબકકો, જુઓ કોને અપાશે રસી
X

કોરોના વધતા સંક્ર્મણ વચ્ચે રાજ્યના લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. પહેલી માર્ચથી ગુજરાતમાં કોરોના સામે રસીકરણનો બીજો તબક્કો શરૂ થશે જેમાં 60 વર્ષથી વધુ વય જૂથના લોકોને તેમજ 45 વર્ષથી ઉપરના કો-મોર્બિડ લોકોને રસી મુકવામાં આવશે.

રાજયમાં પહેલી માર્ચથી કોવીડ રસીકરણના બીજા તબકકાનો પ્રારંભ થવા જઇ રહયો છે. હૃદય, ડાયાબીટીસ, કિડની, કેન્સર, સિકલસેલ ધરાવતા દર્દીઓને કોરોનાની રસી મળશે. આ ઉપરાંત બોનમેરો, થેલેસેમિયા, HIVગ્રસ્તને પણ કોરોનાની રસી આપવામાં આવશે. રસી મુકાવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેના માટે એક મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવશે. એક મોબાઈલથી ચાર લોકો રજીસ્ટ્રેશન કરી શકશે. રજીસ્ટ્રેશન માટે આધારકાર્ડ, પાસપોર્ટ, પાનકાર્ડ જેવા પુરાવા જોઈશે. સરકારી રસીકરણ કેન્દ્રમાં કોવિડ-19ની રસી મફત મળશે પરંતુ જો કોઇ વ્યકિત ખાનગી રસીકરણ કેન્દ્ર ઉપર રસી લેવા માંગતો હોય તો 100 રૂપિયા પ્રોસેસિંગ ફી આપવી પડશે.

કોવીડ રસીકરણ 500 જેટલા સેન્ટર પર શરુ કરવામાં આવશે. 2 પ્રકારના રજીસ્ટ્રેશન કરી શકશે જેમની પાસે સ્માર્ટ ફોન ના હોઈ તેના માટે રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવશે. દરેક જિલ્લા કલેકટર અને મ્યુ કમિશ્નર આ કામગીરી પર નજર શકશે રાજ્ય સરકારના કોરોના વેક્સીન સેન્ટર પર કોઈ પણ વ્યકતિ મુફ્તમાં આ વેક્સીન લઇ શકશે. ખાનગી હોસ્પિટલમાં વેક્સીનના દર નક્કી કરવામાં આવશે જેમને ડોઝ મળશે તેમને તાતકાલિક એક સર્ટી પણ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Next Story