Connect Gujarat
Featured

અમદાવાદ : વિશાળ સ્ટેડિયમમાં મેચ જોવા દર્શકો આતુર, 20 હજારથી વધારે ટિકીટો થઈ બુક!

અમદાવાદ : વિશાળ સ્ટેડિયમમાં મેચ જોવા દર્શકો આતુર, 20 હજારથી વધારે ટિકીટો થઈ બુક!
X

વિશ્વના સૌથી વિશાળ સ્ટેડિયમ મેચ રમાડવા માટે તૈયાર થઈ ગયું છે. અમદાવાદ શહેરના મોટેરા સ્ટેડિયમમાં સૌપ્રથમ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ડે નાઈટ ટેસ્ટ મેચ 24 ફેબ્રુઆરીથી યોજવા જઈ રહી છે. જેને જોવા દર્શકો આતુર બન્યા છે. કોરોના મહામારી બાદ પ્રથમ વખત મેચ જોવાનો લ્હાવો મળશે ત્યારે અત્યાર સુધીમાં 20 હજારથી વધુ ટિકીટોનું ઓનલાઈન બુકિંગ થઈ ગયું છે.

વિશ્વનું સૌથી મોટું મોટેરા સ્ટેડિયમ 9 વર્ષ બાદ તૈયાર છે 24 ફેબ્રુઆરીએ અહીં ટેસ્ટ ક્રિકેટ ફરીથી રમાશે અને ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની આ ટેસ્ટ માટે 20 હજારથી વધારે ટિકિટનું ઓન લાઈન બુકીંગ થઇ ગયું છે આ સ્ટેડિયમમાં કોમન મેન માટે મેચ જોવી મોંઘી થશે કારણકે અહીં સૌથી સસ્તી ટિકિટ 3 હજાર રૂપિયાની છે આ સ્ટેડિયમ અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

મોટેરા સ્ટેડિયમને વિશ્વ કક્ષાનું બનવવામાં આવ્યું છે અને અહીં વર્લ્ડ નું સૌથી મોટું સ્ટેડિયમ દર્શકો માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં લાખથી વધુ દર્શકોને બેસવાની ક્ષમતા છે, તો આ 63 એકરમાં પથરાયેલું છે. ઇન્ડિયા-ઇંગ્લેન્ડની ડે-નાઈટ મેચથી વર્લ્ડના સૌથી મોટા સ્ટેડિયમનો શુભારંભ થશે. પણ કોરોનાને લીધે 50 ટકા પ્રેક્ષકોને પ્રવેશ મળશે અત્યાર સુધી ઑસ્ટ્રેલિયાનું મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ હતું. વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિય મેલબોર્ન સ્ટેડિયમમાં પ્રેક્ષકોની સંખ્યા 92 હજાર ઉપરાંત સ્ટેડિયમમાં વરસાદ પડશે તો પણ મેચ બંદ નહિ થાય એવી આધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે. તો મોટેરા ખાતે ખાસ સબ ઓઇલ ડ્રેનેજ સિસ્ટમ લગાવવામાં આવી છે. વરસાદ પડશે તો પણ 30 મિનિટમાં ગ્રાઉન્ડ કોરું થઈ જશે મોટેરમાં પ્રથમ વખત LED લાઈટનો ઉપયોગ થશે LED લાઈટના ઉપયોગથી પડછાયો દૂર થશે.

સ્ટેડિયમમાં આવવા જવા માટે વીઆઈપી ગેટ અલગ બનાવમાં આવ્યો છે વીઆઈપી એન્ટ્રી ગેટની થીમ પિન્ક રંગ ઉપર છે. આ એન્ટ્રી ગેટ કોઈ ફાઈવસ્ટાર હોટલને પણ શરમાવે એવો છે.તો સ્ટેડિયમમાં અંદર સ્ટેડિયમમાં અત્યારસુધી રમાયેલી આઈપીએલ અને વર્લ્ડ કપની મેચોની ટીમના ઓટોગ્રાફવાળા બેટનું કલેકશન મૂકવામાં આવ્યું છે. તો દરેક ટિમ માટે અલગ અલગ જિમ બનાવવામાં આવ્યું છે પ્રેક્ટિસ કરવા માટે 9 આઉટડોર અને 6 ઇન્દોર પીચ પણ બનાવવામાં આવી છે ઉપરાંત દરેક ટિમ માટે વિશાળ ડ્રેસિંગ રૂમ પણ બનાવામાં આવ્યા છે.

મોટેરા સ્ટેડિયમ ને વર્લ્ડ ક્લાસ બનાવામાં ગુજરાત ક્રિકેટ એસો અને એએમસી એ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. પીએમ મોદીએ આ સ્ટેડિયમને વિશ્વ ફલક પર લઇ જવાનું સપનું જોયું છે આ સ્ટેડિયમ ના ઉદ્ઘાટન માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ અને ગૃહમંત્રી અમિત શાહને નિમન્ત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ આવે તેવી શક્યતા છે આમ મોટેરા હવે મેચ માટે સજ્જ બન્યું છે અને અહીં 24 તારીખે મેચ યોજાશે ત્યારે એક નવો ઇતિહાસ સર્જાશે.

Next Story