Connect Gujarat
Featured

અમદાવાદ : યુવતીની જિંદગી બનાવવાનું કહી કરી નાખી જિંદગી બરબાદ, ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કરી 2 શખ્સોની ધરપકડ

અમદાવાદ : યુવતીની જિંદગી બનાવવાનું કહી કરી નાખી જિંદગી બરબાદ, ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કરી 2 શખ્સોની ધરપકડ
X

અમદાવાદ શહેરના મહિલા પોલીસ મથકમાં 5 નરાધમો વિરુદ્ધ ગેંગ રેપની ફરિયાદ નોંધાઈ હતી. સૌરાષ્ટ્રની એક યુવતીને કોર્પોરેટર હાઉસમાં નોકરી આપવાની લાલચ આપવામાં આવી હતી. જેમાં તેનું ઉજ્જવળ ભવિષ્ય બનવાનું કહી આરોપીઓએ એમડી ડ્રગ્સનો નશો કરી ગેંગરેપ કાર્યા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો. સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ગિરફ્તમાં આવેલા પ્રજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામીએ એક યુવતીની જિંદગી બનાવવાનું કહી જિંદગી બરબાદ કરી નાખી છે. આ બંન્ને શખ્સોએ પોતાના અન્ય સાગરીતો સાથે મળી નશીલી વસ્તુઓનું સેવન કરીને યુવતી સાથે અવારનવાર ગેંગ રેપ કર્યો હતો. ઉપરાંત આરોપીઓ દ્વારા યુવતીનો પાસપોર્ટ અને 30 હજાર રૂપિયા પણ લઈ લીધા હોવાનું સામે આવ્યું છે. આ આરોપીઓ યુવતી સાથે ગુજરાત, રાજસ્થાનની સાથો સાથ ચાલતી ગાડીમાં પણ બળાત્કાર કર્યા હોવાનું બહાર આવ્યું છે.

સૌરાષ્ટ્રની યુવતી ગત મહિને માલદેવ નામના આરોપીના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ આરોપી માલદેવે પોતાના મિત્ર જીતેન્દ્ર ગોસ્વામી અને પ્રજ્ઞેશ પટેલ સાથે મિત્રતા કરાવી હતી. આરોપીઓ યુવતીને કહ્યુ હતું કે, તે લોકો ખૂબ જ મોટા લોકોને ઓળખે છે અને ભવિષ્ય બનાવી દેશે, તેમ કહી ફરિયાદીને અલગ અલગ હોટલ અને આરોપીના ફ્લેટમાં પણ યુવતી સાથે ગેંગ રેપ કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓનો ઇતિહાસ પણ ગુનાહિત છે.

જેમાં મુખ્ય આરોપી પજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામી હાલમાં જ સોલા પોલીસ સ્ટેશનના એક છેતરપિંડીના ગુનામાં જેલની સજા પણ ભોગવી આવ્યા છે. તો માલદેવ ભરવાડ પણ સરખેજના એક ગુનામાં હાલમાં જ જામીન પર બહાર આવ્યો છે, ત્યારે યુવતીની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પુરાવા એકત્રિત કરી રહી છે. ટૂંક સમયમાં જ આ ગેંગના અન્ય ફરાર આરોપીઓને પણ પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. સાથોસાથ આ ગુનામાં અન્ય 2 આરોપી જૈમીન પટેલ અને નીલમ પટેલનો શું રોલ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Next Story