Connect Gujarat
Featured

અમદાવાદ: હથિયાર સપ્લાય કરનાર કુખ્યાત આરોપી પોતાની દીકરીના લગ્નમાં આવ્યો પછી શું થયું જુઓ

અમદાવાદ: હથિયાર સપ્લાય કરનાર કુખ્યાત આરોપી પોતાની દીકરીના લગ્નમાં આવ્યો પછી શું થયું જુઓ
X

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજયમાં હથિયાર સપ્લાય કરનાર કુખ્યાત આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પોતાની દીકરીના લગ્નમાં હાજરી આપવા આવતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

રાજ્યના ડીજીપી દ્વારા રાજ્ય પોલીસને ફરાર આરોપીઓને પકડવા ખાસ આદેશ કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયાર સપ્લાય કરનાર મુખ્ય આરોપી જગતસિંગની ધરપકડ કરી છે. આરોપી જગતસિંગ રાજ્યમાં અનેક ગંભીર ગુનાહોમાં વોન્ટેડ છે. આરોપી પોતાની દીકરીના લગનમાં ઘરે આવ્યો હતો ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપીએ અત્યાર સુધીમાં ગણતરીના કરી શકીએ તેટલા હથિયારો વેચી દીધા છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા અનેક વર્ષોથી હથિયાર બનાવે છે અને 5 હજારથી લઈ ને 15 હજાર સુધીમાં વેચાણ કરે છે અને ગુજરાત એમપી સહિતના રાજ્યોમાં તેનું નેટવર્ક ફેલાયેલ છે. પોલીસે આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે અત્યાર સુધીમાં કેટલા હથિયાર સપ્લાય કર્યા છે અને ક્યાં ક્યાં તેની માહિતી પોલીસ મેળવી રહી છે.

Next Story