Connect Gujarat
સમાચાર

અમદાવાદ : કરફ્યુની જાહેરાત થતાં ખરીદી માટે દુકાનો-મોલમાં જામી લોકોની ભીડ, જુઓ પછી AMCએ શું કર્યું..!

અમદાવાદ : કરફ્યુની જાહેરાત થતાં ખરીદી માટે દુકાનો-મોલમાં જામી લોકોની ભીડ, જુઓ પછી AMCએ શું કર્યું..!
X

દિવાળી બાદ કોરોનાના કેસમાં ઘરખમ વધારો જોવા મળ્યો છે. જેમાં અમદવાદમાં કોરોના કેસ વધવાના કારણે કોરોપોરેશન દ્વારા કરફ્યુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ કર્ફ્યુ આજે રાત્રે 9 વાગ્યાથી લઈ સોમવાર સવારે 6 વાગ્યા સુધી રહેશે. એટલે કે, 57 કલાક અમદાવાદમાં કરફ્યુ રહેશે. જેના કારણે શ્યામલમાં આવેલ ડી-માર્ટમાં લોકોની લાંબી કતારો જોવા મળી હતી. જેમાં વહેલી સવારથી જ મોલમાં લોકો જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા આવી પહોચ્યા હતા. લોકોને 2થી 3 કલાક લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો. ડી-માર્ટની બહાર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે લોકોને ઉભા રાખવામાં આવ્યા હતા. તો સાથે જ મોલમાં ખરીદી કરવા માટે 4 વ્યક્તિથી વધારે કોઈને પણ અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. પરંતુ વધારે ભીડ થતા કોર્પોરેશનના અધિકારીઓએ સ્થળ પર આવી મોલ બંધ કરાવી દીધો હતો. જેના કારણે પબ્લિક પણ રોષે ભરાઈ હતી.

Next Story