Connect Gujarat
ગુજરાત

અમદાવાદ સાઇબર ક્રાઇમ દ્વારા કેમરૂન ગેંગના આરોપીની કરાઈ ધરપકડ

અમદાવાદ સાઇબર ક્રાઇમ દ્વારા કેમરૂન ગેંગના આરોપીની કરાઈ ધરપકડ
X

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા ફરીયાદીને નોકરી આપવાના બહાને રુપિયા31,98,215 ના જોબ ફ્રોડકેસમાં દિલ્લી ખાતેથી આરોપીને પકડી પાડવામાં સાયબર ક્રાઇમ બ્રાંચ બ્રાન્ચે સફળતા મેળવી છે ત્યારે ઇન્ડિયાની બહાર નોકરી આપવાના બહાને અલગ અલગ રીતે પૈસા પડાવતી ટોળકી ને પકડી પાડવામાં આવી છે તથા એક નાઇજીરિયન આરોપીને પણ પકડી પાડવામાં આવ્યો હતો

નોકરી આપવાના બહાને અલગ અલગ રીતે પૈસા પડાવવાનો કેસ અમદાવાદમાં સામે આવ્યો છે ત્યારે વિદેશમાં નોકરી આપવાના બહાને 31,98,215 રૂપિયા મેળવી લઈને છેતરપિંડી કરતી કેમરૂન ગેંગના આરોપીને દિલ્હી ખાતેથી અમદાવાદ સાઇબર ક્રાઇમ દ્વારા પકડી પાડવામાં આવી છે જો કે આરોપી પાસેથી તેના મુદ્દામાલ સહિત તેની ધરપકડ કરવામાં આવી હતી

કેમરૂન ગેંગની મોડેસ ઓપરેન્ડી ની જો વાત કરવામાં આવે તો તે પહેલા મેઈલ કરતા અને ચાર લાખ રૂપિયા નોકરી નું વેતન મળશે તેના માટે નીલ પણ કરતા હતા અને તે બાદ તે અલગ-અલગ સામેવાળા જોડેથી પુરાવો માંગતા અને નોકરી આપવાની વાત કરી પાસપોર્ટ મેરેજ સર્ટિફિકેટ અને અન્ય એવિડન્સ ઇમેઇલથી મેળવી લઈને રજિસ્ટ્રેશન પણ કરવાનું કહેતા હતા ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલી સાયબર ક્રાઇમ દ્વારા કલમ ૪૦૬, ૪૨૦ ,૪૬૫ ,૪૬૭ ,૪૬૮ ,૪૭૧ ,120b પ્રમાણે ગુનાઓ નોંધવામાં આવ્યા છે ક્રાઈમ બ્રાન્ચ ના કમિશનર અજય તોમર અને સાયબર ક્રાઈમના કમિશનર રાજદીપસિંહ ઝાલા તથા સાઇબર ક્રાઇમના મદદનીશ કમિશનર દ્વારા અને તેમના માર્ગદર્શન મુજબ માહી રોલી દિલ્હી ખાતેથી ગુનાના કામે તેમની અટક કરવામાં આવી હતી આરોપી પાસે 3 મોબાઇલ ફોન, 1 લેપટોપ એક પાસપોર્ટ અને કંપનીનું આઈ કાર્ડ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Next Story