Connect Gujarat
Featured

અમદાવાદ : જમશેદપુરમાં છુપાયો હતો દાઉદ ઇબ્રાહીમનો સાગરિત, જુઓ કયાં ગુનામાં હતી સંડોવણી

અમદાવાદ : જમશેદપુરમાં છુપાયો હતો દાઉદ ઇબ્રાહીમનો સાગરિત, જુઓ કયાં ગુનામાં હતી સંડોવણી
X

ગુજરાત અને મહારાષ્ટ્રમાં બોંબ ધડાકાઓ કરવા માટે વિસ્ફોટકો ઘુસાડવાના કેસમાં 24 વર્ષથી નાસતા ફરતાં અને અંડરવર્લ્ડ ડોન દાઉન ઇબ્રાહીમના સાગરિત અબ્દુલ મજીદને ગુજરાત એટીએસએ ઝારખંડના જમશેદપુર ખાતેથી ઝડપી પાડયો છે.

વર્ષ 1997ના પ્રજાસત્તાક દિવસે ગુજરાત અને મહારાષ્ટ્રમાં બોમ્બ બ્લાસ્ટ કરવા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ દ્વારા મોકલવામાં આવેલા વિસ્ફોટ પદાર્થના કેસમાં સંડોવાયેલા અને 24 વર્ષથી વોન્ટેડ આંતકવાદી અબ્દુલ મજીદ કુટ્ટીની ગુજરાત ATSની ટીમે ઝારખંડના જમશેદપુરથી ધરપકડ કરી છે. આરોપી અબ્દુલ મજીદ બેંગકોક ત્યાંથી પટનાથી ખોટા પાસપોર્ટ પર મલેશિયા ગયો હતો અને ત્યાંથી વર્ષ 2019માં જમશેદપુર આવી ખોટા નામે રહેતો હતો

ગુજરાત ATSના DYSP કે.કે પટેલે જણાવ્યું હતું કે, અબ્દુલ મજીદ મહંમદ અહમદ કુટ્ટીને તેના ઘરની બહારથી જ ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી છોટા રાજન, અબુ સાલેમ, છોટા શકીલ સહિત અનેક ગેંગસ્ટરો સાથે કામ કરતો હતો. વર્ષ 1996 અબુ સાલેમ સાથે દુબઇ હતો ત્યારે આ વિસ્ફોટક પદાર્થ અને હથિયાર ઘુસાડ્યા હતા.

Next Story