અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુકાવી કોવીડ રસી, પત્ની સાથે લીધો પ્રથમ ડોઝ

0

દેશમાં ત્રીજા તબક્કાનું વેક્સીનેશન ચાલી રહ્યું છે. ત્યારે રાજ્ય નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પત્ની સાથે કોરોનાનો પ્રથમ ઓઝ લીધો હતો.

દેશભરમાં કોરોના વેક્સિનેશનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. રાજયમાં 1 માર્ચથી 60થી વધુ વયના સીનિયર સીટીઝનોને વેકસીન આપવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સવારે સોલા સિવિલ હોસ્પિટલમાં વેક્સિન લેવા પત્ની સુલોચનાબેન પટેલ સાથે પહોંચ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ સામાન્ય વ્યક્તિની જેમ જ સોલા સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્ર પર પહોંચીને રસીકરણ માટેની સમગ્ર પ્રક્રિયા અનુસરી વેક્સિન લીધી હતી. કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ તેમને કોરોના રસીકરણ કેન્દ્રના ઓબ્ઝર્વેશન રૂમમાં અડધો કલાક સુધી દેખરેખ હેઠળ રખાયા હતા. રાજયમાં 3.14 લાખ લોકોએ ગઈકાલ સાંજ સુધીમાં વેકસીનનો પહેલો ડોઝ લીધો છે. કોરોનાથી રક્ષણ માટે રસીના બે ડોઝ લેવા જરૂરી  છે. સોલામાં મેડિકલ અને પેરા મેડિકલ 876 લોકોને પહેલો ડોઝ અપાયો છે. જયારે બીજા રાઉન્ડમાં 344 લોકોને ડોઝ અપાયો છે.


કોરોનાની રસી સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જણાવી નાયબ મુખ્યમંત્રીએ નીતિન પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યભરમાં મોટી સંખ્યામાં હેલ્થકેર વર્કરો, ફ્રંટલાઇન વર્કરો અને હવે વરિષ્ઠ નાગરિકોએ કોરોના રસીકરણ કરાવ્યું છે. આજ દિન સુધી રાજ્યમાં કોરોના રસીકરણ બાદ ગંભીર આડઅસરનો એક પણ કિસ્સો સામે નથી આવ્યો. નાગરિક તરીકે વેક્સિન લેવી મારી જવાબદારી છે, માટે મારા પરિવાર સાથે મેં વેક્સિન લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here