Connect Gujarat
Featured

અમદાવાદ: ધૈર્યરાજસિંહની મદદ માટે યુવાનો પહોંચ્યા નરેંદ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ બહાર

અમદાવાદ: ધૈર્યરાજસિંહની મદદ માટે યુવાનો પહોંચ્યા નરેંદ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ બહાર
X

મહીસાગર જિલ્લાના કાનેસર ગામનો 3 માસનો બાળક ધૈર્યરાજસિંહની ગંભીર બીમારીના ઈલાજ માટે રૂપિયા 16 કરોડની જરૂરિયાત છે ત્યારે 50થી વધુ યુવાનો ભારત ઈંગ્લેન્ડ વચ્ચેની ટી-20 મેચ દરમ્યાન નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ બહાર પહોચ્યા હતા અને મદદ માટે અપીલ કરી હતી.

મહીસાગરના ખાનપુર તાલુકાના કાનેસર ગામમાં મધ્યમ વર્ગીય રાજદીપસિંહ સુરેન્દ્રસિંહને ત્યાં બાળકનો જન્મ થતાં માતા-પિતા તેમજ મહીસાગર જિલ્લાના કાનેસર ગામનો 3 માસનો બાળક ધૈર્યરાજસિંહની ગંભીર બીમારીના ઈલાજ માટે રૂપિયા 16 કરોડની જરૂરિયાત છે ત્યારે 50થી વધુ યુવાનો ભારત ઈંગ્લેન્ડ વચ્ચેની ટી-20 મેચ દરમ્યાન નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ બહાર પહોચ્યા હતા અને મદદ માટે અપીલ કરી હતી.

મહીસાગરના ખાનપુર તાલુકાના કાનેસર ગામમાં મધ્યમ વર્ગીય રાજદીપસિંહ સુરેન્દ્રસિંહને ત્યાં બાળકનો જન્મ થતાં માતા-પિતા તેમજ પરિવારજનોમાં આનંદ પ્રસર્યો હતો. પરંતુ માતા-પિતાને ક્યાં ખબર હતી કે તેમનું બાળક એક ગંભીર બીમારી સાથે જન્મ્યું છે. કુદરતની મરજી આગળ માણસ લાચાર છે એવું કહેવાય છે. પરિવારજનો બાળકને હોસ્પિટલમાં લઇ જતા ચકાસણી દરમિયાન નિષ્ણાંત ર્ડોક્ટરે જણાવ્યું હતું કે, ધૈર્યરાજે જન્મજાત ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે. અને SMA ટાઈપ-1 નામની બીમારીની સારવાર પાછળ કરોડોનો ખર્ચ થાય તેમ છે. આ સારવાર માટે ઈજેક્શન રૂપિયા 22 કરોડમાં યુ.એસ.થી મંગાવવું પડે છે. જેની માન્યતા ડિસેમ્બર-2016માં યુ.એસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન(સ્પિનરાઝા)ને મળેલી છે.

કરોડરજ્જુની આજુબાજુ પ્રવાહીમાં ઇન્જેક્શન દ્વારા સંચાલિત થાય છે. જે પ્રોટીનનું ઉત્પાદન વધારવા માટે કરવામાં આવે છે. જેના લીધે માંસ પેસીઓની હિલચાલ અને કાર્ય કરવાની શક્તિમાં પણ સુધારો કરે છે.રૂપિયા 22 કરોડના ઈંજેક્ષન પૈકી 6 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે માફ કર્યા છે ત્યારે બાકીના 16 કરોડ માટે પરિવારજનોએ દ્વારા અપીલ કર્વમાં આવી રહી છે જેના ભાગરૂપે ગઈકાલે ભારત ઇંગ્લેન્ડ ટી 20 મેચમાં જિલામાંથી 50 થી વધુ લોકો સ્ટેડિયમની બહાર પોહ્ચ્યા હતા અને મદદ માટે અપીલ કરી હતી. ધૈર્યરાજને મદદ કરવા તમે યસ બેંકના એકાઉન્ટ નંબર 700701717187237 પર મદદ કરી શકો છો. જેનો IFSC કોડ YESB0CMSNOC છે.

Next Story