Connect Gujarat
Featured

અમદાવાદ : ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ ટર્મિનલ વચ્ચે વિના મુલ્યે ટેકસી સેવાનો પ્રારંભ

અમદાવાદ : ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ ટર્મિનલ વચ્ચે વિના મુલ્યે ટેકસી સેવાનો પ્રારંભ
X

અમદાવાદ એરપોર્ટ રાજ્યનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે ત્યારે અહીં ડોમેસ્ટિક ટર્મિનલથી ઇન્ટરનેશનલ ટર્મિનલ જવા પેસેન્જરોને ભાગદોડ થતી હતી અને પૈસાનો પણ ખર્ચ થતો હતો ત્યારે પ્રવાસીઓ માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા એક ટેક્સી સર્વિસનો પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે આ બેટરી સંચાલિત ટેક્સી હવે એરપોર્ટમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે દોડશે મુસાફરોને વિનામુલ્યે એક ટર્મિનલથી બીજા ટર્મિનલ સુધી લઇ જશે.

રાજ્યનું સૌથી મોટું એરપોર્ટ છે અમદાવાદ એરપોર્ટ. આ એરપોર્ટ ઉપરથી સતત ડોમેસ્ટિક અને અનેક આંતરરાષ્ટ્રીય ફલાઇટ ઉપડે છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓનું અવાગમન રહે છે. ડોમેસ્ટિક એરપોર્ટથી જેમને કનેક્ટિંગ ફલાઇટ હોઈ તેમને ઇન્ટરનેશનલ ટર્મિનલ જવા માટે પ્રાઇવેટ ટેક્સી અથવા રીક્ષા કરવી પડતી હોય છે અને 300 થી 400 રૂપિયા ખર્ચ થતો હોય છે. બંને ટર્મિનલ વચ્ચે હવે શટલ ટેકસીની સેવા શરૂ કરવામાં આવી છે.મુસાફરોની હાલાકી ને ધ્યાને લઇ શટલ ટેક્ષી નો પાઇલોટ પ્રોજેકટ લોન્ચ કરવામાં આવ્યો છે.

Next Story