અમદાવાદ : ભારત અમેરિકાનું મિત્ર છે, અમેરિકા ભારતનું સન્માન કરે છે: ડોનાલ્ડ ટ્રમ્પ

0
90

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,અમેરિકા ભારતનું મિત્ર છે, અમેરિકા ભારતનું સન્માન કરે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું કે 5 મહિના પહેલા અમેરિકાએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું, આજે ભારત અમારું સ્વાગત કરે છે જે આપણા માટે આનંદની વાત છે. આજે આપણે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં છીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમારું સ્વાગત કર્યું, આજથી ભારત આપણો સૌથી મહત્વપૂર્ણ મિત્ર બનશે. પીએમ મોદીને આજે દરેક લોકો પ્રેમ કરે છે, પરંતુ તેઓ ખૂબ જ કઠિન છે. મોટેરા સ્ટેડિયમ ખાતે ભારતીયોને સંબોધન કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે પણ બોલિવૂડ મૂવીઝની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. તેણે શાહરૂખ ખાન-કાજોલની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગાનો ઉલ્લેખ કર્યો. વધુમાં તેમણે ભારતે વિશ્વમાં સચિન, વિરાટ કોહલી જેવા મોટા ખેલાડીઓ આપ્યાં હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે અમેરિકામાં વસતા ભારતીયોની પણ પ્રશંસા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here