Connect Gujarat
Featured

અમદાવાદ : કોરોનાના કારણે આ વર્ષે 31st ડિસેમ્બરની ઊજવણી સીમિત, જુઓ પોલીસે કેવો ઘડ્યો એક્શન પ્લાન..!

અમદાવાદ : કોરોનાના કારણે આ વર્ષે 31st ડિસેમ્બરની ઊજવણી સીમિત, જુઓ પોલીસે કેવો ઘડ્યો એક્શન પ્લાન..!
X

દેશભરમાં 31stની ઉજવણીની ઠેરઠેર તૈયારીઓ થઈ રહી છે. જોકે આ વર્ષે કોરોના મહામારીના કારણે આ ઊજવણી સીમિત થશે. સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગ એલર્ટ થયું છે, ત્યારે 31 ડિસેમ્બરને લઈને અમદાવાદ કંટ્રોલ ડીસીપી હર્ષદ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યુ હતું કે, 31મી ડિસેમ્બરે પોલીસ દ્વારા કડડ કામગીરી કરવામાં આવશે. હાલ શહેરમાં કરફ્યુ છે, જે માટે રાત્રે 9 વાગ્યા બાદ કડક પાલન કરવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ બહાર નીકળશે તો તેમની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.

31મી ડિસેમ્બરના રોજ અમદાવાદ શહેરના જે એન્ટ્રી પોઈન્ટ છે, તે તમામ 28 સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. જેમાં 100 પીઆઈ, 3500 કોન્સ્ટેબલ ઓન ડ્યૂટી રહેશે. સાથે જ કોઈપણ વ્યક્તિ કે, જે કોઈ બહારગામ ગયું હશે, તો તેઓએ રાત્રે 9 વાગ્યા પહેલા શહેરમાં પ્રવેશ કરવો પડશે. ઉપરાંત રાત્રે 9 વાગ્યા બાદ કોઈપણ વ્યક્તિ બહાર દેખાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત પોલીસ દ્વારા હોટલ, ફાર્મ હાઉસ સહિતના સ્થળો પર વોચ રાખી સર્ચ ઓપરેશન પણ કરવામાં આવશે. જો કોઈપણ વ્યક્તિ દારૂ સાથે કે, દારૂ પીધેલી હાલતમાં ઝડપાશે તો તેના પર સીધો કેસ દાખલ કરી દેવામાં આવશે. સાથે જ 9 વાગ્યા બાદ જે કોઈ અમદાવાદમાં પ્રવેશે અને તેનામા કોરોના શંકાસ્પદ જણાશે તો તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવશે. તો સાથે જ શહેરના માર્ગ પર લગાવેલા સીસીટીવી કેમેરામાં રાત્રે 9 વાગ્યા બાદ કોઈપણ વ્યક્તિનો ફોટો કેપ્ચર થશે તો સ્થાનિક પોલીસ દ્વારા તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરાશે. આમ 31 ડિસેમ્બરની રાત માટે શહેર પોલિસ સજ્જ થઈ છે.

Next Story