Connect Gujarat
Featured

અમદાવાદ : 7 વર્ષ બાદ 867 કરોડના ખર્ચે તૈયાર 6 લેન પ્રોજેકટના 2 બ્રિજનું ઇ-લોકાર્પણ

અમદાવાદ : 7 વર્ષ બાદ 867 કરોડના ખર્ચે તૈયાર 6 લેન પ્રોજેકટના 2 બ્રિજનું ઇ-લોકાર્પણ
X

અમદાવાદના શહેરીજનોની સમસ્યા દૂર કરવા 2 ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. સિંધુ ભવન ફ્લાય ઓવર અને સરખેજ સાણંદ ફ્લાયઓવરનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ શહેરના હાર્દસમા એસજી હાઇવે પર ઉજાલા સર્કલથી ચિલોડા સુધીના 867 કરોડના ખર્ચે 6 લેન પ્રોજેક્ટના બે બ્રિજ આજે ખુલ્લા મુકવામાં આવ્યા. ગૃહમંત્રી અમિત શાહે આજે બંને બ્રીજનું ઈ લોકાર્પણ કર્યું. આ પ્રસંગે રાજ્યના સીએમ વિજય રૂપાણી અને નાયબ સીએમ નીતિન પટેલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. 7 વર્ષ બાદ બનેલા બ્રિજ હવે શહેરીજનો માટે ઉપયોગી સાબિત થશે. માર્ગને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટમાં કુલ સાત બ્રિજ બનશે. અગાઉ પ્રોજેક્ટ પૂરો કરવાની ડેડલાઇન 31 માર્ચ 2021ની નક્કી કરાઈ હતી, પરંતુ કોરોનાના લોકડાઉનને કારણે આ મુદત હવે જૂન 2021 સુધી લંબાવાઈ છે.અને તેને કારણે સમય મર્યાદામાં વિલંબ થયો છે.

પકવાન ચાર રસ્તા ખાતે ફ્લાયઓવર બનાવવા માટે સાત વર્ષથી વિવાદ હતો, અગાઉ મ્યુનિ.એ બ્રિજ બનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ નેશનલ હાઇવે હોવાથી અને લોકોનો વિરોધ હોવાથી રદ થયું હતું. આ પછી સિક્સ લેન પ્રોજેક્ટમાં 35 કરોડના ખર્ચે અહીં બ્રિજ તૈયાર કરાયો છે. આ બ્રિજથી બે લાખ વાહનચાલકોને રાહત થશે. અંડરપાસથી ઓવરબ્રિજ કનેક્ટ કરતો પહેલો બ્રિજ છે એસજી હાઇવે અમદાવાદ ગાંધીનગર અને ઉત્તર ગુજરાતને જોડતો મુખ્ય માર્ગ છે. આ બંને બ્રિજોના નિર્માણથી શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળશે.

Next Story