Connect Gujarat
Featured

અમદાવાદ : પશ્ચિમ વિસ્તારના મતદારોમાં ઉત્સાહ, અન્ય વિસ્તારોમાં નિરસ મતદાન

અમદાવાદ : પશ્ચિમ વિસ્તારના મતદારોમાં ઉત્સાહ, અન્ય વિસ્તારોમાં નિરસ મતદાન
X

રાજ્યની 6 મહાનગપાલિકામાં આજે રવિવારે સવારે 7 કલાકે મતદાનની શાંતિપૂર્વક શરૂઆત થઇ છે. અમદાવાદના અલગ અલગ વોર્ડમાં સવારે 7 વાગ્યાથી મતદાતાઓ પોતાના મતાધિકાર માટે મતદાન કેન્દ્રં પહોંચ્યાં હતા અને પોતાનો મત આપ્યા હતો. 6 મહાનગરપાલિકમાં કુલ 575 બેઠકો માટે આજે મતદાન થઇ રહ્યું છે ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં સવારથી મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કોરોનાની મહામારી ચાલતી હોઈ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન કેન્દ્રં પર થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર ચેક કરવામાં આવી રહ્યું છે તો સાથે મતદાન કેન્દ્રના સ્ટાફને ફેસ શિલ્ડ આપવામાં આવ્યા છે. દરેક મતદાન કેન્દ્ર અને તેની આસપાસ પોલીસનો લોંખડી બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ના ઘટે. અમદાવાદમાં કુલ 48 વોર્ડમાં 191 બેઠકો માટે મતદાનની શરૂઆત થઇ છે કોરોના કાળ વચ્ચે પણ મતદાતાઓ સવારથી જ મત આપવા માટે ઘરોની બહાર નીકળી ગયાં છે.

શહેરના શિક્ષિત વોર્ડ ગણાતા બોડકદેવ વોર્ડમાં અલગ અલગ મતદાન કેન્દ્રો પર સવારથી મતદાતાઓ પોહ્ચ્યા હતા અને પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો અમદાવાદમાં છેલ્લા 15 વર્ષથી ભાજપનું એએમસીમાં શાસન છે પણ આ વખતે કોંગ્રેસ સહીત અનેક રાજકીય પાર્ટીઓ મજબૂત ટક્કર આપી રહી છે મતદાતાઓ પણ કહી રહયા છે કે વોટ દરેકે આપવો જોઈએ અને વિકાસના કાર્યો પણ થવા જોઈએ.

Next Story