Connect Gujarat
ગુજરાત

અમદાવાદની ફલાઈટ રદ્દ થતાં બેંગકોકમાં ૧૮૦ પેસેન્જર રઝળી પડયા

અમદાવાદની ફલાઈટ રદ્દ થતાં બેંગકોકમાં ૧૮૦ પેસેન્જર રઝળી પડયા
X

પેસેન્જરોએ મચાવ્યો એરપોર્ટ પર હંગામો

દિવાળી વેકેશનમાં વિદેશ ગયેલા રાજ્યના 180 મુસાફરો બેંગકોકમાં મુશ્કેલીમાં મુકાયા છે. સ્પાઈસ જેટ એરલાઈન્સની ફ્લાઈટ એસજી-86 રાતે બે વાગ્યે ઉપડી વહેલી સવારે 6 વાગ્યે અમદાવાદ આવવાની હતી. અલબત્ત, એરલાઈન્સ કંપનીએ ટેક્નિકલ ફોલ્ટ હોવાનું જણાવી અચાનક ફલાઈટ રદ્ કરી દીધી હતી, જેને પગલે મુસાફરો રઝળી પડયા હતા.

દિવાળી વેકેશનમાં બેંગકોક ગયેલા અમદાવાદના પ્રવાસીઓ બેંગકોકમાં ફસાયા છે. સ્પાઈસ જેટની બેંગકોકથી અમદાવાદની ફલાઈટ મંગળવારે મોડી રાતે બે વાગ્યે ઉપડવાની હતી જોકે અચાનક ફલાઈટ રદ્ થતાં ગુજરાતી મુસાફરોએ બેંગકોક એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો.

બેંગકોકથી મુસાફરોએ જણાવ્યું હતું કે, ફલાઈટ રદ્ થઈ એટલે મુસાફરોએ બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરવા માગણી કરી હતી. આ સાથે જ જ્યાં સુધી ફ્લાઈટની સગવડ ના થાય ત્યાં સુધી મુસાફરોને ઉતારો આપવા રજૂઆત કરી હતી, જોકે એરલાઈન્સ સ્ટાફે આ વાતનો ધરાર ઈન્કાર કરી દીધો હતો જેના કારણે બાળકો, મહિલા, વૃદ્ધ સહિતના મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. કંપનીએ તેમની રજૂઆતને દાબી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો અને કોઈ સગવડ ના પૂરી પાડતાં હોબાળો મચ્યો હતો.

Next Story