Connect Gujarat
Featured

અમદાવાદ : ફ્લાઈટોનું સંચાલન શરૂ છતાં પેસેંજર ટાળી રહ્યા છે મુસાફરી, જાણો કેટલા ટકા નોંધાયો ઘટાડો

અમદાવાદ : ફ્લાઈટોનું સંચાલન શરૂ છતાં પેસેંજર ટાળી રહ્યા છે મુસાફરી, જાણો કેટલા ટકા નોંધાયો ઘટાડો
X

કોરોના મહામારી બાદ 25 જૂનથી દેશમાં ફ્લાઈટોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. જો કે હજુ પણ કોરોનાના ભય હેઠળ લોકો કામ વગર મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. આ સ્થિતિમાં પણ ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જરોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઓગસ્ટમાં અમદાવાદ એરપોર્ટ પરથી કુલ 1.89 લાખ પેસેન્જરોએ મુસાફરી કરી હતી. જો કે ગત વર્ષના ઓગસ્ટની સરખામણીમાં પેસેન્જરોની સંખ્યામાં 81 ટકા ઘટાડો નોંધાયો હતો. એજ રીતે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કુલ પેસેન્જરોની સંખ્યામાં ગત વર્ષની સરખામણીમાં 91 ટકા ઘટાડો નોંધાયો હતો.

અમદાવાદ સહિત દેેશભરમાં હજુ પણ રેગ્યુલર ઇન્ટરનેશનલ ફ્લાઈટનું સંચાલન બંધ છે, જો કે એર બબલ સમજૂતી તેમજ વંદે ભારત મિશન હેઠળ વિશેષ ઇન્ટરનેશનલ ફ્લાઈટોનું સંચાલન ચાલુ રાખવામાં આવ્યું છે.એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડેેલા આંકડા મુજબ એરપોર્ટ પર ઓગસ્ટમાં કુલ 184808 ડોમેસ્ટિક પેસેન્જરોએ મુસાફરી કરી હતી જ્યારે ગત વર્ષે ઓગસ્ટમાં 760381 પેસેન્જરોએ મુસાફરી કરી હતી એટલે કે તેમાં 75.7 ટકા ઘટાડો નોંધાયો હતો. એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કુલ 421940 પેસેન્જરો નોંધાયા હતા જ્યારે ગત વર્ષે આ સમયમાં 3730508 પેસેન્જરો નોંધાતા 88.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ઇન્ટરનેશનલ પેસેન્જરોની સંખ્યામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટમાં 98.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. અમદાવાદ એરપોર્ટ પર ગત વર્ષે ઓગસ્ટમાં 5615 ડોમેસ્ટિક એરક્રાફ્ટની સરખામણીમાં આ વર્ષે 2094 ડોમેસ્ટિક એરક્રાફ્ટની અવર જવર થતા તેમાં 62.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન 79.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ઓગસ્ટમાં ગત વર્ષે 1395 ફ્લાઈટની સામે આ વર્ષે ફક્ત 204 ઇન્ટરનેશનલ ફ્લાઈટોનું સંચાલન થતા તેમાં 85.4 ટકા ઘટાડો નોંધાયો હતો

Next Story