Connect Gujarat
Featured

અમદાવાદ : રાજયના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ

અમદાવાદ : રાજયના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ
X

રાજયમાં કોરોના વાયરસના વધી રહેલાં કહેર વચ્ચે રાજયના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેમને સારવાર માટે ર્સ્ટલિંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શંકરસિંહ વાઘેલાને ફોન કરી તેમના ખબર અંતર પુછયાં છે.

રાજયમાં કોરોના વાયરસ ઝડપથી પ્રસરી રહયો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી બાદ હવે રાજયના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યાં બાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. શંકરસિંહ વાઘેલાએ થોડા દિવસો પહેલાં જ એનસીપીમાંથી રાજીનામું આપ્યું હતું. રાજયસભાની ચુંટણી પહેલાં તેઓ સક્રિય બન્યાં હતાં. હવે તેમનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં અનેક નેતાઓ, અધિકારીઓ તથા સમર્થકોને કવોરન્ટાઇન થવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શંકરસિંહ વાઘેલાને ફોન કરી તેમના ખબર અંતર પુછયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભાજપનો પાયો મજબુત કરવામાં કેશુભાઇ પટેલ, કાશીરામ રાણા, નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલાનો સિંહફાળો રહયો છે પણ સમય જતાં શંકરસિંહ વાઘેલા ભાજપથી અલગ થઇ કોંગ્રેસ અને બાદમાં એનસીપીમાં જોડાયાં હતાં. તાજેતરમાં તેમણે એનસીપીમાંથી પણ રાજીનામુ આપી દીધું છે.

Next Story