Connect Gujarat
Featured

અમદાવાદ : વૃધ્ધ દંપતિના હત્યારાઓના સીસીટીવી ફુટેજ આવ્યાં સામે, શંકાસ્પદ ચાર યુવાનો દેખાયાં

અમદાવાદ : વૃધ્ધ દંપતિના હત્યારાઓના સીસીટીવી ફુટેજ આવ્યાં સામે, શંકાસ્પદ ચાર યુવાનો દેખાયાં
X

અમદાવાદના સોલા વિસ્તારમાં વૃધ્ધ દંપતિની હત્યા કરી લુંટ ચલાવવાના ગુનામાં ચાર યુવાનોની સંડોવણી બહાર આવી છે. બે બાઇક પર આવેલાં ચાર યુવાનોની હિલચાલ નજીકમાં લાગેલાં સીસીટીવીમાં કેદ થઇ ચુકી છે....


અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં શાંતિવન પેલેસમાં સવારમાં લૂંટના ઈરાદે અશોક પટેલ અને જ્યોત્સના પટેલ નામના દંપતીની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. શુક્રવારે સવારે બનેલી આ ઘટના લુંટ વીથ મર્ડર હોવાની શકયતાઓ વધારે લાગી રહી છે. અશોક પટેલ અને જયોત્સના પટેલનો પુત્ર વિદેશમાં સ્થાયી થયો છે. પટેલ દંપત્તિ બંગલામાં તેમના ઘરઘાટી સાથે રહેતાં હતાં. દંપત્તિની હત્યામાં પ્રથમ ઘરઘાટીની સંડોવણી હોવાની શકયતાઓ જોવાય રહી હતી પણ તે ઘરમાંથી જ મળી આવ્યો હતો. ડબલ મર્ડરની ઘટનામાં પોલીસ હજી સુધી આરોપીઓ સુધી પહોંચી શકી નથી. શાંતિવન પેલેસની નજીકમાં લાગેલા સીસીટીવીના ફુટેજ તપાસવામાં આવતાં તેમાં ચાર યુવાનોની શંકાસ્પદ હિલચાલ દેખાઇ રહી છે. બંગલામાં અશોક પટેલ અને જયોત્સના પટેલ એકલા હોવાની ચોકકસ માહિતી બાદ જ લુંટારૂઓએ ઘટનાને અંજામ આપ્યો હોય તેમ લાગી રહયું છે. હાલ તો પોલીસે સીસીટીવીમાં દેખાઇ રહેલાં ચારેય યુવાનોને ઝડપી પાડવા માટે તમામ તાકાત કામે લગાડી દીધી છે.

Next Story