Connect Gujarat
Featured

અમદાવાદ : જુઓ, પોતાનું જ “પેમેન્ટ ટર્મિનલ મશીન” વસાવી હોટલ ફોર પોઇન્ટ્સના મેનેજરે શું કર્યું..!

અમદાવાદ : જુઓ, પોતાનું જ “પેમેન્ટ ટર્મિનલ મશીન” વસાવી હોટલ ફોર પોઇન્ટ્સના મેનેજરે શું કર્યું..!
X

અમદાવાદ શહેરની ગુજરાત કોલેજ નજીક આવેલી એક હોટલના ફ્રન્ટ ડેસ્ક મેનેજરે ગ્રાહકો સાથે ઠગાઈ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેમાં મેનેજરે પેમેન્ટ ટર્મિનલ મશીન વસાવી ચેક આઉટ દરમ્યાન ગ્રાહકોના કાર્ડ દ્વારા નાણાં ક્લોન કરી સીધા ટ્રાન્સફર કરી લીધા હતા. સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે.

આજના સમયમાં ડિજિટલ પેમન્ટનું ચલણ ઘણું વધ્યું છે, ત્યારે મોટાભાગે લોકો કાર્ડ સ્વાઈપ કરીને પેમેન્ટ કરતા હોય છે. જોકે આ રીતે પેમેન્ટ કરતા સમયે લોકોએ તકેદારી રાખવી પણ જરૂરી બન્યું છે. અને તેમાં પણ ખાસ હોટલમાં કોઈ પણ કર્મચારી પર ભરોસો રાખ્યા વગર ધ્યાન રાખવું જોઇએ. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. શહેરની ગુજરાત કોલેજ નજીક આવેલ એક હોટલના ફ્રન્ટ ડેસ્ક મેનેજરે પોતાનું જ પેમેન્ટ ટર્મિનલ મશીન વસાવી ચેક આઉટ દરમ્યાન ગ્રાહકોના કાર્ડ સ્વાઈપ કરી નાણાં પોતાના જ એકાઉન્ટમાં સીધા ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગે સાયબર ક્રાઇમે ગ્રાહકોની અરજીના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. જેમાં અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. જોકે સાઇબર ક્રાઇમ પોલીસને આશંકા છે કે, અવારનવાર લોકોને ઠગી ગેરકાયદેસર રીતે નાણાં પડાવતી આ એક આંતર રાજ્ય ગેંગ હોય શકે છે.

સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં હોટલ ફોર પોઇન્ટ્સ બાય સેરાટોનમાં રહેતા વિનાયક માત્રે વર્ષ 2018થી મેનેજર તરીકે નોકરી કરે છે. અને હોટલ યુનિટમાં વ્યવસાયિક પ્રવૃત્તિનું વહીવટ અને નિરીક્ષણ કરવું તેમની જવાબદારી હતી. જોકે ફાયનાન્સ ડિપાર્ટમેન્ટના તન્મય મોહંતીને એક પ્રાઇવેટ બેન્કમાંથી ફોન આવ્યો હતો. જેઓએ જણાવ્યું કે, તેમની હોટલમાં રોકાયેલ શેખ અમરુદ્દીન અને નિમિશ નાહરના ATM કાર્ડ ક્લોન થયા છે. ઉપરાંત શંકાસ્પદ વ્યવહારો જણાયા છે. બાદમાં ચેકઆઉટ કર્યું ત્યારે સિસ્ટમ પ્રમાણે હોટલના ફ્રન્ટ ડેસ્ક પર આવીને CCTV કેમેરાની નિગરાની હેઠળ ફ્રન્ટ ડેસ્ક મેનેજરની હાજરીમાં બિલ ચુકવણી કરતા હતા.

આ શંકાસ્પદ વ્યવહારોની તપાસ બાબતે CCTVની તપાસ કરવામાં આવી ત્યારે ફ્રન્ટ ડેસ્ક પર કામ કરતા દિગ્વિજયસિંહ સિંગ ડ્યુટી પર હતા અને તેઓ પાસે હોટલનું પેમેન્ટ ટર્મિનલ મશીન અને ઉપરાંત પોતાનું ગેરકાયદે મશીન પણ હતું. બાદમાં તપાસ કરતાં જે ગ્રાહકો ચેક આઉટ કરતા હતા તેઓના કાર્ડ લઈને દિગ્વિજયસિંહએ પહેલા પોતાના ગેરકાયદે મશીનમાં કાર્ડ સ્વાઈપ કરી 40 હજારથી વધુની રકમ મેળવી લીધી હતી. બાદમાં હોટલના મશીનમાં કાર્ડ નાખી ચેડા કર્યા હોવાનું બહાર આવ્યું હતું.

Next Story