Connect Gujarat
Featured

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે દેશના સામાન્ય બજેટને આવકાર આપ્યો, કહ્યું પોઝેટિવ વાતાવરણ ઊભું થશે

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે દેશના સામાન્ય બજેટને આવકાર આપ્યો, કહ્યું પોઝેટિવ વાતાવરણ ઊભું થશે
X

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કોરોના કાળ બાદ આજે બજેટ રજૂકરવામાં આવ્યું હતું. બજેટને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે આવકાર આપ્યો છે અને કહ્યું કે કેન્દ્ર સરકારનું આ બજેટ આવનાર સમયમાં અર્થતંત્ર ને વેગ આપશે.

કેન્દ્રિય નાંણા પ્રધાન નિર્મળા સિતારામણ દ્વારા આજરોજ ગૃહમાં દેશનું સામાની બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ક્રોરના કાળ સાથે લોક ડાઉન બાદ રજૂ થયેલ બજેટ પર સૌની નજર હતી ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બજેટ નિહાળવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે આ બજેટને આવકાર આપ્યો છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનું કેહવું છે કે બજેટમાં ગિફ્ટ સીટી માટે જે જોગવાઈ કરવામાં આવી છે વર્લ્ડક્લાસ ફિનટેસ હબને વિકસાવાશે અને તેના થકી યુવાઓ માટે આશરે 1.5 લાખ નવી નોકરીની તકો સર્જાશે, એમ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ-2021ની ઘોષણામાં જણાવ્યું છે. ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટીએ ભારતનું સર્વપ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC) છે. ગિફ્ટની સંરચના પાછળનો મુખ્ય હેતુ IFSC, મલ્ટિ-સર્વિસીઝ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) તથા એક્સક્લુઝિવ ડોમેસ્ટિક ઝોનની કામગીરી માટે પરિદૃશ્યની રચનાનું છે આ એક સારી જાહેરાત છે.

તો બજેટમાં દેશના મર્ચન્ટ શીપ્સને ઉત્તેજન આપવા માટે રૂ. 1624 કરોડનું અલાયદું ફંડ રચવાની જોગવાઈ કરી છે. આ ઉપરાંત ગુજરાતમાં અલંગ શીપબ્રેકિંગ યાર્ડના માધ્યમે શીપ રિસાઈક્લિંગ વર્ક કરવા પર પણ ફોકસ કરાશે. અલંગએ વિશ્વનો સૌથી મોટો જહાજનો ભંગારવાડો છે જ્યાં દર વર્ષે આશરે 400 જેટલા જહાજો ભંગાવા આવે છે. હવે આ જ અલંગ યાર્ડ ખાતે શીપને રિસાઈકલ કરવાની કામગીરીને પણ વેગવંતી બનાવવામાં આવશે અને આના કારણે નવી નોકરીઓ ઉત્પન્ન થશે સાથે આર્થિક મજબૂતી પણ થશે.

વીઓ_03 ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું કે 2019 20 નું વર્ષ મંદી નું વર્ષ હતું ત્યારે આ બજેટ વિશે શંકા કુશંકા હતી. હેલ્થ કેર સેકટરમાં સરકારે જે મોટું યોગદાન આપવાનું છે તેના માટે ફંડ નું આયોજન કરવું પડશે ત્યારે કોઈ પણ જાતના નવા ટેક્સ વગર બજેટ રજુ કરવામાં આવ્યું સરકારે તમામ વર્ગને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવા માટે પણ અનેક જોગવાઈ કરવામાં આવી છે દેશનું સર્વપ્રાથમ ડિજિટલ બજેટ છે ઓવર ઓલ પોઝિટિવ વાતાવરણ કરવાનો પ્રયતન છે અને આ બજેટ દરેક અવરોધ પર કરીને આગળ વધશે આમ બજેટને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે આવકાર આપ્યો છે.

Next Story