Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ગુજરાતમાં ટ્રમ્પને પીરસાશે ગુજરાતી જમણ, વાંચો મેનૂમાં શું શું હશે

અમદાવાદ : ગુજરાતમાં ટ્રમ્પને પીરસાશે ગુજરાતી જમણ, વાંચો મેનૂમાં શું શું હશે
X

ફોર્ચ્યુચન લેન્ડમાર્ક હોટેલના શેફ સુરેશ ખન્ના બનાવશે ડોનાલ્ડ ટ્રમ્પનું ભાણુ

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં અમદાવાદની મુલાકાતે આવનાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુદ્ધ શાકાહારી વ્યંજનોની લિજ્જત

માણશે.

અમદાવાદની ફોર્ચ્યુચન લેન્ડમાર્ક હોટેલના શેફ સુરેશ ખન્ના POTUS (પ્રેસિડેન્ટ ઓફ ધ યુએસ) માટે તમામ

વેજ ડીશીઝ બનાવશે અને તેમાં ગુજરાતી ટેસ્ટનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રમ્પ, યુએસ ફર્સ્ટ લેડી મેલેનિયા અને

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના કેટલાક વીવીઆઈપી ગેસ્ટ્સ અમદાવાદ સાબરમિત આશ્રમમાં

બપોરનું ભોજન લેશે. શેફ સુરેશ ખન્નાએ ટ્રમ્પ-મેલેનિયા માટે ખમણ-ઢોકળા, સમોસા, બ્રોકોલી અને મકાઈના સમોસા, ગ્રીન-ટી, જિંજર ટી (આદુવાળી ચા) તેમજ

મલ્ટીગ્રેન કૂકીઝ સહિતની આઈટમ્સનું મેનું તૈયાર કર્યું છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ

એક નોન આલ્કોહોલિક છે અને તેઓ વિવિધ પ્રકારની ચા પીવાનું પસંદ કરે છે. આ ઉપરાંત

તેઓ ડાયટ કોકના આગ્રહી પણ છે. તેમની પસંદગીને ધ્યાનમાં રાખીને પણ અન્ય વ્યંજનોનો

મેનૂમાં સમાવેશ કરાયો છે.

શેફ ખન્નાના જણાવ્યા મુજબ તેઓએ તૈયાર કરેલા

વ્યંજનોને ફૂડ ઈન્સ્પેક્ટર્સ દ્વારા ચકાસણી કરાશે અને ત્યારબાદ જ તે વીવીઆઈપી

મહેમાનોને પીરસવામાં આવશે.

Next Story