Connect Gujarat
Featured

અમદાવાદ : મતદારો માટે શરૂ કરવામાં આવી હેલ્પલાઇન, જુઓ કેવી રીતે મેળવી શકશો મદદ

અમદાવાદ : મતદારો માટે શરૂ કરવામાં આવી હેલ્પલાઇન, જુઓ કેવી રીતે મેળવી શકશો મદદ
X

રાજયની છ મહાનગરપાલિકાઓમાં કોરોનાની મહામારી વચ્ચે મતદાનની ટકાવારી વધારવા અમદાવાદ કલેકટર તરફથી નવતર અભિગમન અપનાવવામાં આવ્યો છે. મતદારોને મતદાન કરવામાં સરળતા રહે તે માટે હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યાં છે.

21મી ફેબ્રુઆરીએ અમદાવાદ સહિત 6 મનપાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે અમદાવાદ જિલ્લા કલેકટરે મતદાનની ટકાવારી વધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયાં છે. હેલ્પલાઈન નંબર 079-27569105 થી 079-27569109 પર મતદારને મતદાન અંગેની તમામ માહિતી મળી રહેશે. અમદાવાદ કલેકટર સંદિપ સાગલેએ જણાવ્યું કે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે અમે મતદાન જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે.

મતદાન અંગેની પૂરી જાણકારી મતદારોને મળે તે માટે અલગ અલગ જગ્યાએ કેમ્પ કરવામાં આવ્યાં હતાં. હેલ્પલાઇનની મદદ લેવા માટે મતદારે કોલ કરીને પોતાનું નામ અને વોર્ડની નામ જણાવવાનું રહેશે. રાજ્યમાં કોરોનાની મહામારી પણ છે ત્યારે આ વખતે મતદાન માટે બુથ પર ભીડ ના થાય અને લોકોને માહિતી મળી રહે તે પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. અમે શહેરના અનેક જગ્યાએ બેનર લગાવીને મતદાન અંગેની માહિતી આપીશું. આ વખતે મતદારોના ઘરે મતદાન અંગેની સ્લીપ પહોંચાડવામાં આવનાર નહિ હોવાથી આ વ્યવસ્થા બહુઉપયોગી સાબિત થશે.

Next Story