Connect Gujarat
Featured

અમદાવાદ : હાઇકોર્ટ ચાર દિવસ માટે બંધ, હજારો અરજદારો અટવાશે

અમદાવાદ : હાઇકોર્ટ ચાર દિવસ માટે બંધ, હજારો અરજદારો અટવાશે
X

ગુજરાત હાઇકોર્ટને પણ કોરોના વાયરસનું ગ્રહણ લાગ્યું છે. રાજયના ચીફ જસ્ટીસે હાઇકોર્ટને 19મી ઓકટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. કોર્ટ બંધ રહેશે તે દરમિયાન કર્મચારીઓના કોરોના ટેસ્ટ તથા સેનીટાઇઝેશન સહિતની કામગીરી પુર્ણ કરી દેવામાં આવશે.

કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે જેની વચ્ચે ગુજરાત હાઇકોર્ટને ચાર દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય ચીફ જસ્ટિસ વિક્રમનાથ દ્વારા કરવામાં આવ્યો છે. 16 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી હાઇકોર્ટ બંધ રહેશે અને તેને સંપૂર્ણપણે સેનેટાઇઝ કરવામાં આવશે. ચાર દિવસમાં હાઇકોર્ટના સ્ટાફ, રજીસ્ટ્રી સ્ટાફ અને અન્ય અધિકારીઓમાં એન્જીન ટેસ્ટ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇકોર્ટનું સંપૂર્ણ કેમ્પસ, રેકોર્ડ રૂમ, વોશરૂમ, ચેમ્બર, ઓફિસ વગેરેની સાફ સફાઈ કરાવશે. જ્યુડિશિયલ અને વહીવટી એમ બંને કામગીરી આ ચાર દિવસ સંપૂર્ણપણે બંધ રહેશે.હાઇકોર્ટમાં આવેલી તમામ સરકારી ઓફિસ, SBI, પોસ્ટ ઓફિસ વગેરે બંધ રહેશે અને તેને સેનેટાઇઝ કરવામાં આવશે. આમ ચાર દીવસ સુધી અરજદારોએ અટવાવાનો વારો આવશે.

Next Story