Connect Gujarat
Featured

અમદાવાદ : હોમગાર્ડના જવાનોની માનવતા, ગરીબોને પહોંચાડે છે ભોજન

અમદાવાદ : હોમગાર્ડના જવાનોની માનવતા, ગરીબોને પહોંચાડે છે ભોજન
X

રાજયમાં લોકડાઉનના કડક અમલ માટે પોલીસ અને હોમગાર્ડના જવાનો ખડેપગે ફરજ બજાવી રહયાં છે ત્યારે પોલીસ અને હોમગાર્ડના જવાનો ગરીબ લોકોને બે ટાઇમ ભોજન આપી રહયાં છે.

કોરોના વાયરસની મહામારીને રોકવા ભારતે પહેલ કરી છે અને દેશમાં 21 દિવસનું લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન રોજનું કમાયને રોજ ખાતા ગરીબ લોકોની હાલત કફોડી બની છે. સેવાભાવી સંસ્થાઓ અને સરકાર ગરીબ લોકો સુધી અનાજ અને ભોજન પહોંચાડી રહી છે પણ પોલીસ પણ માનવતાનું કામ કરી રહી છે. અમદાવાદની સરદારનગર પોલીસ, એરપોર્ટ પોલીસ અને હોમગાર્ડ જવાનોને ભોજન માટે હોમગાર્ડ મેદાનમાં રોજ 5 હજાર માણસોની રસોઇ તૈયાર કરવામાં આવે છે અને તેમાંથી ગરીબોને બે ટાઇમ ભોજન આપવામાં આવી રહયું છે.

Next Story