Connect Gujarat
Featured

અમદાવાદ : હોટલ મેનેજમેન્ટની ડીગ્રી ધરાવતાં યુવાને રૂપિયા કમાવવા શોધ્યો અજબ કિમીયો, તમે પણ જુઓ

અમદાવાદ : હોટલ મેનેજમેન્ટની ડીગ્રી ધરાવતાં યુવાને રૂપિયા કમાવવા શોધ્યો અજબ કિમીયો, તમે પણ જુઓ
X

અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવતાં અને વૈભવી હોટલોમાં રસોઇયા તરીકે કામ કરી ચુકેલાં યુવાને રૂપિયા કમાવવા માટે ગજબનો શોર્ટકટ અપનાવ્યો હતો. પણ આખરે તે પોલીસના હાથે ઝડપાય ગયો હતો. આરોપીએ ક્લોન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી 81 જેટલા ટ્રાન્જેક્શન કર્યા હોવાનું અને 8 લાખ રૂપિયાની છેતરપીંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસએ હરિયાણાના પલવલથી મોહંમદ રશીદ નિયાઝમોહમદની ધરપકડ કરી છે. હરિયાણાની કુખ્યાત મેવાતી ગેંગના આ સાગરિત પાસેથી બે મોબાઈલ ફોન, 3 ડેબિટ કાર્ડ, 3 પાસબુક મળી આવ્યા છે. અમદાવાદના એસીપી જે. એમ. યાદવે જણાવ્યું કે આરોપી ઓનલાઇન શોપિંગ કંપનીના ATMની ડુપ્લિકેટ ચાવી મંગાવી અથવા ATM સ્ક્રીન લોક ખોલી કે પછી ATMની પાવર સ્વીચ બંધ કરી પોતાની પાસે રહેલાં અલગ- અલગ વ્યક્તિના બેંકના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ મારફતે ATMમાંથી નાણાં ઉપડતો હતો.

પાવર સ્વીચ બંધ હોવાથી નાણા ઉપડયાં હોવાની એન્ટ્રી એટીએમ મશીનમાં થતી ન હતી. બાદ આરોપી બેંકમાં રીફંડ માટેની જાણ કરતો હતો અને બેંક પાસેથી રીફંડ મેળવી લેતો હતો. આરોપીએ દેશના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારે લોકો સાથે છેતરપીંડી કરી હોવાની કબુલાત કરી છે. મેવાતી ગેંગના સાગરિતોએ વડોદરા, અંકલેશ્વર, સુરત, મુંબઈ અને દિલ્હીમાં ફક્ત કેનેરા બેંકના ATMને નિશાન બનાવીને ગુનાઓ કર્યા છે. આરોપીએ ફરીદબાદથી હોટલ મેનેજમેન્ટ ની ડિગ્રી મેળવી છે. અને તેણે ગોવામાં અને પલવલની પોશ હોટેલમાં સેકન્ડ સેફ તરીકે નોકરી પણ કરી ચુક્યો છે. અમદાવાદ પોલીસે આરોપીના અન્ય સાગરિતોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

Next Story