Connect Gujarat
Featured

અમદાવાદ : ખાનગી શાળાના સંચાલકની કરતૂત સામે આવી, જાણો શિક્ષિકા પાસે કેવી કરતો હતો માંગણી..!

અમદાવાદ : ખાનગી શાળાના સંચાલકની કરતૂત સામે આવી, જાણો શિક્ષિકા પાસે કેવી કરતો હતો માંગણી..!
X

અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતી અને અમરાઈવાડીની ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાને શાળાના જ સંચાલક દ્વારા હેરાનગતિ કરાતી હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે શિક્ષિકાએ ફરિયાદ નોંધાવતા શાળાના સંચાલકની પોલીસે ધરપકડ કરી હતી.

મળતી માહિતી અનુસાર, અમદાવાદની અમરાઈવાડીમાં આવેલી એક ખાનગી શાળાના સંચાલક પારકો મુદલિયાર શાળાની જ એક શિક્ષિકાને અવારનવાર પ્રેમસંબંધ બાંધવા માટે હેરાન કરતા હતા. જેમાં શિક્ષિકાને ફોન અને વોટ્સએપ દ્વારા વાતચીત કરી પ્રેમસંબંધ બાંધવા પણ દબાણ કરવામાં આવતું હતું. જોકે સમગ્ર મામલે શિક્ષિકાએ રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

રામોલ પોલીસના જણાવ્યા અનુસાર, ગત તા. 5મી જુલાઈના રોજ રાત્રે 8 કલાકે શાળાના સંચાલક પારકો મુદલિયાર મહિલા શિક્ષિકાના ઘરે જઈને ધાકધમકી આપી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ સંચાલાકે ઉશ્કેરાઈ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો હતો. જોકે સમગ્ર મામલે શિક્ષિકાએ રામોલ પોલીસ મથકે શાળાના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે જશોદાનગર નજીક શિવ બંગ્લોઝમાં રહેતા પારકો. એસ. મુદલિયારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story