Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : તમે ફેસબુક વાપરો છો તો અમદાવાદનો આ કિસ્સો લાલબત્તી સમાન છે

અમદાવાદ : તમે ફેસબુક વાપરો છો તો અમદાવાદનો આ કિસ્સો લાલબત્તી સમાન છે
X

આપ ફેસબુક વાપરતાં હોય તો અજાણ્યા લોકો સાથે મિત્રતા કરતાં પહેલાં ચેતી જજો. અમદાવાદના યુવકને યુવતીના ફેક આઇડી પરથી મિત્રતા કેળવી બ્લેક મેઇલીંગ કરી રૂપિયા પડાવતાં એક આરોપીને ઝડપી લેવાયો છે.

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા

ફરિયાદી ફેસબુક પર પોતાનું એકાઉન્ટ ધરાવતા હતાં ત્યારે શ્રેયા પટેલ નામના ફેક

ફેસબુક આઇડી પરથી રિક્વેસ્ટ આવતા તે સંપર્કમાં આવ્યા હતા તેમની સાથે દરરોજ ચેટ

કરતા હોવાથી ફેસબુક પર મિત્રતા પણ થઇ હતી. ત્યારબાદ ફરિયાદી પાસે તેમના બિભત્સ

ફોટાઓ મંગાવાયાં હતાં. આ ફોટા ફરિયાદીના મિત્રો તેમજ સ્વજનોને મોકલી આપવાની ધમકી

આપી ફરિયાદી પાસે નાણાની માંગણી કરાઇ હતી. 2011થી અત્યાર સુધીમાં ફરિયાદી પાસેથી 46 હજાર રૂપિયાથી વધુની રકમ ખંખેરી લેવાય

છે. ફરિયાદીએ આખરે કંટાળી

જઈને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ બ્રાંચે તપાસ કરી આરોપીને ઝડપી પાડયો

છે.

Next Story