Connect Gujarat
Featured

અમદાવાદ : ગુજરાત કે જયાં પોલીસ જ મહિલાઓ પર ઉઠાવે છે હાથ, જુઓ મહિલાને મારતો વિડીયો

અમદાવાદ : ગુજરાત કે જયાં પોલીસ જ મહિલાઓ પર ઉઠાવે છે હાથ, જુઓ મહિલાને મારતો વિડીયો
X

બે દિવસ પહેલાં અમરેલી જિલ્લાના બાબરામાં મહિલા પીએસઆઇએ પથારાવાળી મહિલા પર દંડાવાળી કરી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. હવે અમદાવાદનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે. જેમાં માસ્કની બબાલમાં એક પોલીસ કર્મચારી મહિલાને બે લાફા ઝીકી દેતો હોવાનું દેખાઇ રહયું છે.

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રાજયમાં માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવી દેવાયું છે અને માસ્ક નહિ પહેરનારા લોકો પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવે છે. માસ્કના દંડ બાબતે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ વધ્યાં છે. એક તરફ રાજયના મુખ્યમંત્રી પોતાને સંવેદનશીલ ગણાવી રહયાં છે પણ કેટલાક પોલીસ કર્મચારીઓ મુખ્યમંત્રીની સંવેદનશીલતાનો ફુગ્ગો ફોડી રહયાં છે. ગુજરાત પોલીસ મહિલાઓ ઉપર હાથ ઉપાડતાં પણ ખચકાતી ન હોય તેવી છબી ઉપસી છે. હાલમાં સોશિયલ મિડીયામાં અમદાવાદનો એક વિડીયો વાયરલ થઇ રહયો છે. જેમાં પોલીસ કર્મચારી એક મહિલાને ધડાધડ બે લાફા ઝીકી દેતો જોવા મળી રહયો છે. આ ઘટનાને જાગૃત નાગરિકોએ પોતાના કેમેરામાં કંડારી લીધી હતી. મહિલા પર હાથ ઉઠાવનારા પોલીસ કર્મચારી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.

Next Story