Connect Gujarat
Featured

અમદાવાદ: મહિલા દિવસ નિમિત્તે નિર્ભયા પ્રોજેક્ટ સાથે જોડાયેલ મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરાયું

અમદાવાદ: મહિલા દિવસ નિમિત્તે નિર્ભયા પ્રોજેક્ટ સાથે જોડાયેલ મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરાયું
X

આજે વિશ્વભરમાં મહિલા દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે અમદાવાદ ખાતે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં નિર્ભયા પ્રોજેક્ટ સાથે જોડાયેલ મહિલા પોલીસકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું અને નિર્ભયા પ્રોજેકટના ચિહ્નનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.

મહિલા એટલે સ્ત્રી શક્તિ આજે મહિલા દિવસની અલગ અલગ જગાએ ઉજવણી કરવામાં આવી રહી છે અલગ અલગ સેકટરમાં પાવરફુલ મહિલાઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નિર્ભયા પ્રોજેક્ટ જે મહિલાઓની સલામતિ સાવચેતી માટે જેની રચના કરવામાં આવી છે તે પ્રોજેક્ટના ચિન્હનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ પણ ખાસ ઉપસ્થિત રહયા હતા. આમંત્રિતોના હસ્તે મહિલા પોલીસ કર્મીઓને સન્માન પત્ર આપી બિરદાવામાં આવ્યા હતા નિર્ભયા પ્રોજેક્ટ દિલ્હીમાં નિર્ભયા કાંડ બાદ ગુજરાત સરકાર દવારા અમલમાં મુકવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓ માટે કામ કરવામાં આવે છે.

Next Story