Connect Gujarat
Featured

અમદાવાદ : કાળા બજારમાં Remdesivir ઇન્જેકશન વેચતો "જસ્ટીન" ઝડપાયો

અમદાવાદ : કાળા બજારમાં Remdesivir ઇન્જેકશન વેચતો જસ્ટીન ઝડપાયો
X

રાજયમાં Remdesivir ઇન્જેકશનનો મુદ્દો બહુ ગાજ્યો છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઉંચી કિમંતે ઇન્જેકશનનું વેચાણ કરતાં એક યુવાનને ઝડપી પાડયો છે.

રાજ્યમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આ મહામારીમાં કોરોના સંક્રમિત ગંભીર દર્દીઓને સારવાર માટે આપવામાં આવતા રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં વધારો થયો છે. Remdesivir ઇન્જેકશન મેળવવા લોકો કલાકો સુધી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ તથા સુરતના ભાજપના કાર્યાલયની બહાર લોકોએ કતારો લગાવી હતી. ઇન્જેકશનની માંગમાં વધારો થતાં તેના કાળા બજાર શરૂ થઇ ગયાં હતાં. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક વ્યક્તિ રેમડેસિવિર ઇન્જેક્શન બ્લેકમાં વેપાર કરી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે એક ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો અને ટ્રેપ ગોઠવી હતી ડમી ગ્રાહક પાસે તેમના ભાઈ હોસ્પિટલમાં છે અને ઈન્જેક્શનની જરૂરત છે તેવું છટકું ગોઠવાયા બાદ આરોપીએ એક ઈન્જેક્શનના 8500 થશે અને 25 હજાર એડવાન્સ માંગ્યા અને ઈન્જેક્શનની ડિલિવરી અમદાવાદ એરપોર્ટ મળી જશે તેમ જણાવ્યું હતું.

બાદમાં જસ્ટિન નામના વ્યક્તિએ ઇન્દ્રપ્રસ્થ ટાવર ખાતે આવી પૈસાની લેવડ-દેવડ કરવા આ ડમી ગ્રાહકને જણાવ્યું હતું. બાદમાં મોડી રાત્રે ઇંજેક્શનની ડિલિવરી માટે મેસેજ કરશે તેમ જણાવ્યું હતું. ડમી ગ્રાહક પૈસા આપવા ગયો હતો ત્યારે એક મહિલાએ તેની પાસેથી પૈસા લીધા હતા અને જસ્ટિન બાબતે પૂછતાં તે બહાર ગયો હોવાનું મહિલાએ જણાવ્યું હતું. બાદમાં જસ્ટિનનો ડિલિવરી માટે કોઈ મેસેજ ન આવતા ડમી ગ્રાહક પાસે ક્રાઈમ બ્રાન્ચે મેસેજ કરાવ્યો હતો અને બાદમાં બીજે દિવસે સવારે 10 વાગ્યે ડિલીવરી લેવા માટે આવવા જણાવ્યું હતું.

એરપોર્ટ ખાતે આ ડિલિવરી મળશે તેવું જણાવતાં ડમી ગ્રાહક ત્યાં પહોંચ્યો હતો. જ્યારે જસ્ટિનને ફોન કર્યો ત્યારે તે દિલ્હી હોવાનું તેણે જણાવ્યું હતું અને બાદમાં જ્યારે જસ્ટિન આવ્યો ત્યારે ડમી ગ્રાહકની સાથે ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવી જસ્ટિન નામનો આ શખ્સ મળી આવતા ક્રાઈમ બ્રાન્ચે જસ્ટિન પરેરા (રહે, ઈન્દ્રપ્રસ્થ ટાવર, વસ્ત્રાપુર) ની અટકાયત કરી તેને ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યો હતો આરોપી પાસેથી મોબાઈલ લેપટોપ અને 35 જેટલા રેમડેસીવર ઇન્જેક્શન મળી આવ્યા હતા છેલ્લા એક વર્ષથી રિજન્ટ હેલ્થ કેર મેમનગરના ડાયરેક્ટર વિવેક હુંડલાણીના સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે ઓળખાણ થઈ હતી અને ત્યાંથી આ ઇન્જેક્શન મેનેજ કરતો હોવાનું જાણવા મળી રહયું છે.

Next Story