Connect Gujarat
Featured

અમદાવાદ : કડીનું દંપતિ પુત્ર સાથે અમેરિકા જવા નીકળ્યું, જુઓ એરપોર્ટ પર શું બન્યું તેમની સાથે

અમદાવાદ : કડીનું દંપતિ પુત્ર સાથે અમેરિકા જવા નીકળ્યું, જુઓ એરપોર્ટ પર શું બન્યું તેમની સાથે
X

ગુજરાતીમાં કહેવત છે લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે.. અમેરિકા સહિત વિદેશ જવાની લાલસામાં લોકો ગમે તેટલા રૂપિયા ખર્ચવા તૈયાર હોય છે અને આ તકનો લાભ લઇ એજન્ટો પણ તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લેતાં હોય છે. નકલી વિઝાના આધારે અમેરિકા જઇ રહેલાં દંપત્તિની અમદાવાદ એરપોર્ટ ખાતેથી અટકાયત કરવામાં આવી છે.

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ રાજ્યનું સૌથી મોટું એરપોર્ટ છે અને અહીંથી પાસપોર્ટ અને વિઝા સાથે ચેડા કરવાના અનેક બનાવો સામે આવે છે ત્યારે અહીં ઇમિગ્રેશન ચીવટ અને કડકાઇપુર્વક કરવામાં આવે છે. ત્યારે શનિવારે અમેરિકા જતી ફલાઈટની ઈમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન રાજેશ પટેલ (ઉં.34), સોનલ પટેલ (ઉં.34) અને નક્ષ પટેલ (ઉં.2 વર્ષ)ના પાસપોર્ટ, વિઝાનું ચેકિંગ કરતા તેમના વિઝા નકલી હોવાનું બહાર આવ્યું હતું પોલીસે બને પતિ પત્ની ની પુછપરછ હાથ ધરતા તેમણે નકલી વિઝા બનાવડાવ્યા હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.

ધરપકડ બાદ આ અંગે ઇમિગ્રેશન અધિકારી અજય સાવલેએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં દંપતી અને એજન્ટ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે દંપતીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, કડીના એજન્ટ વી.બી.પટેલે નકલી વિઝા માટે રૂ.10 લાખ માંગ્યા હતાં, જેમાં રૂ.5 લાખ અમેરિકા જતા પહેલા અને બાકીના ત્યાં પહોચ્યાં પછી આપવાનું નક્કી થયું હતું.આમ બને પતિ પત્ની હવે અમેરિકા ના બદલે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

Next Story