Connect Gujarat
ગુજરાત

“વર્ષનો છેલ્લો રવિવાર” : અમદાવાદ-કાંકરિયા કાર્નિવલની મજા માણવા 5 લાખથી વધુ લોકોનો ધસારો

“વર્ષનો છેલ્લો રવિવાર” : અમદાવાદ-કાંકરિયા કાર્નિવલની મજા માણવા 5 લાખથી વધુ લોકોનો ધસારો
X

અમદાવાદ શહેરમાં કાંકરિયા કાર્નિવલની મજા માણવા વર્ષ 2019ના અંતિમ રવિવારે આશરે 5 લાખથી વધુ લોકો ઊમટ્યા હતા. હાલ રજાઓ ટાણે કાંકરિયા પરિસરની મુલાકાતે યુવાનો સૌથી વધુ સંખ્યામાં જોવા મળી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં કાંકરિયાને જોડતાં તમામ માર્ગો પર ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. વર્ષ 2019નો અંતિમ રવિવાર હોવાથી લોકોએ પરિવાર સાથે લેક ફ્રન્ટ પર વિવિધ રાઈડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી ખૂબ આનંદ માણ્યો હતો.

આ પ્રસંગે જાણીતા લોક ગાયક કિર્તિદાન ગઢવીએ ‘મારી લાડકીને ખમ્મા ઘણી…’ ગીત ગાવા સાથે હાજર લોકોએ પોતાના મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલુ કરી ઉત્સાહથી ગીતને ઝીલ્યું હતું. કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યો હોવાથી AMC દ્વારા સોમવારે પણ કાંકરિયા પરિસર ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત કિડ્સ સિટી, પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા, નગીનાવાડી, નોકચરનલ ઝુ, બટરફ્લાય પાર્ક તેમજ અન્ય તમામ રિક્રિએશન એક્ટિવિટી સહિત કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

Next Story