Connect Gujarat
Featured

અમદાવાદ કરશે મતદાન અભિયાન રંગ લાવ્યું,એક જ દીવસમાં 30 હજાર લોકો જોડાયા, જુઓ તંત્રને કયો એવોર્ડ પ્રાપ્ત થયો

અમદાવાદ કરશે મતદાન અભિયાન રંગ લાવ્યું,એક જ દીવસમાં 30 હજાર લોકો જોડાયા, જુઓ તંત્રને કયો એવોર્ડ પ્રાપ્ત થયો
X

અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં વહીવટી તંત્ર દ્વારા ચલાવવામાં આવેલ અમદાવાદ કરશે મતદાન અભિયાન રંગ લાવ્યું છે અને આ અભિયાનને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે.

રાજ્યની 6 મહાનગપાલિકાની ચૂંટણીમાં મતદાન આડે 48 કલાક બાકી છે ત્યારે આ ચૂંટણીમાં મતદાન વધારે થાય અને વધુમાં વધુ લોકો જોડાય તે માટે અલગ અલગ કેમપેઇન ચલાવવામાં આવે છે. ત્યારે અમદાવાદ ખાતે જિલ્લા કલેકટર અને સ્થાનીય તંત્ર દ્વારા સ્વેપ મતદાન જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આ અભિયાનમાં એક દિવસમાં 30 હજાર લોકો જોડાયા છે.

આ અભિયાનમાં અલગ અલગ સામાજિક સંસ્થાઓને પણ જોડવામાં આવી હતી અને હું અમદાવાદની મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન અવશય કરીશ તે ટેગ લાઈન સાથે અલગ અલગ શોશ્યલ મીડિયામાં અભિયાન કરવામાં આવ્યું હતું અને અભિયાનમાં 30 હજાર લોકો જોડાયા હતા જેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મળ્યું છે. અમદાવાદ સ્થાનીય તંત્ર છેલ્લા અનેક સમયથી મતદાન જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. આ મતદાન જાગૃતિ અભિયાન અંગે ઇન્ડિયા બુક ઓફ રેકર્ડ થતા જિલ્લા કલેકટર અને સહભાગી સંસ્થાઓને એક સન્માન પત્ર પણ આપવામાં આવ્યું છે.

Next Story