Connect Gujarat
Featured

ખેડા: શું નડિયાદને મળશે અમદાવાદ કેવડિયા જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ ? જુઓ કોને કરાય રજૂઆત

ખેડા: શું નડિયાદને મળશે અમદાવાદ કેવડિયા જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ ? જુઓ કોને કરાય રજૂઆત
X

નડિયાદ રેલવે સ્ટેશન પર આજે વડોદરા-ગેરતપૂર લાઇનનું વાર્ષિક ઇન્સપેકશન કરવામાં આવ્યું હતું. જેમાં રેલ્વેના અધિકારીઓને અમદાવાદ કેવડિયા જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનનું નડિયાદ ખાતે સ્ટોપેજ ફાળવવાની ફરી એકવાર માંગ કરવામાં આવી છે.

નડિયાદ રેલવે સ્ટેશન પર આજે વડોદરા-ગેરતપૂર લાઇનના વાર્ષિક ઇન્સ્પેક્શન માટે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ આવી પહોચ્યા હતા. તેઓ સાથે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ઔપચારિક મુલાકાત કરી રેલવેના વિવિધ પ્રશ્ને રજૂઆત કરી હતી. અમદાવાદ કેવડિયા જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી કેવડિયા માટે શરૂ કરવામાં આવી છે. પરંતુ જેમના સન્માનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યુ છે એવા સરદાર પટેલના જન્મસ્થળ નડિયાદ રેલ્વે સ્ટેશન ખાતે જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન સ્ટોપેજ નહીં આપવાના કારણે સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી હતી ત્યારે આ બાબતે જનરલ મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી .આ ઉપરાંત નડિયાદથી અવર જવર કરતી સાત જેટલી ટ્રેનોને નડિયાદ સ્ટેશને સ્ટોપેજ આપવા રજૂઆત કરવામાં આવી હતી.

Next Story