Connect Gujarat
Featured

અમદાવાદ : પોલીસે સોશિયલ ડીસ્ટન્સીંગ માટે દોર્યા કુંડાળા, પણ જુઓ લોકો શું કરી રહયાં છે

અમદાવાદ : પોલીસે સોશિયલ ડીસ્ટન્સીંગ માટે દોર્યા કુંડાળા, પણ જુઓ લોકો શું કરી રહયાં છે
X

અમદાવાદના લાલ દરવાજા ભદ્ર પાથરણાં બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. લોકો ટોળે વળી ખરીદી કરતાં ‘સેલ્ફ એમ્પ્લોઈડ લેબર ઓર્ગેનાઈઝેશને’ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે 949 કુંડાળા દોર્યા છે. તેમ છતાં લોકો ટોળે વળી ખરીદી કરી રહ્યા છે.

દિવાળીના સમયમાં ભદ્ર પાથરણા બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે. આ વખતે કોરોના મહામારી મળી રહી છે ત્યારે લોકોની ભારે ભીડ ના થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તેના માટે કારંજ પોલીસે ખાસ 4 ટીમો બનાવી છે. જેમાં બજારમાં કોઈ પણ માસ્ક વગર નીકળે તો તેને માસ્ક આપવામાં આવે છે જો કોઈ મહિલા મોઢા પર દુપટો બાંધીને આવી હોય તો તેમને રોકીને માસ્ક ફરજિયાત પહેરાવે છે.

જ્યા પાથરણાવાળા બેસે છે ત્યાં પોલીસ દ્વારા આ કુંડાળા કરવામાં આવ્યા છે. આખા બજારમાં કુલ 949 જેટલા કુંડાળા કરવામાં આવ્યા છે. પોલીસ સતત ત્યાં ફૂટ પેટ્રોલિંગ કરે છે કુલ 4 ટીમો બનાવામાં આવી છે જમા સી ટીમ પણ હોય છે ભદ્ર મંદિરથી લઈ પંકૉનનાકા સુધી આ પેટ્રોલિગ કરવામાં આવે છે. જ્યાં થેલા નાખીને બેસે છે ત્યાં બેરીકેટીંગ કરવામાં આવ્યા છે. વેપારીઓ પોતે નિયમોરૂ પાલન થાય તે ધ્યાન રાખે છે.

Next Story