Connect Gujarat
Featured

અમદાવાદ: રાત્રે 12 વાગ્યા બાદથી રાજ્યમાં લોક ડાઉન, નરોડા પોલીસ મધ્ય રાતથી જ એક્શનમાં આવી

અમદાવાદ: રાત્રે 12 વાગ્યા બાદથી રાજ્યમાં લોક ડાઉન, નરોડા પોલીસ મધ્ય રાતથી જ એક્શનમાં આવી
X

કોરોના વાયરસના સંકટ સામે રાજયમાં લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે નિયમનના ભાગરૂપે અમદાવાદ શહેરની નરોડા પોલીસે ચીલોડા રિંગ રોડ પર બેરીકેડિંગ કરી વાહન વ્યવહાર અટકાવ્યો હતો.

કોરોના વાયરસના સંકટ સામે સમગ્ર દુનિયા જઝૂમી રહી છે. ભારતમાં પણ વાયરસના કેસોની સંખ્યા સતત વધતાં સરકારી પ્રશાસન દ્વારા અગત્યના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. 21 રાજ્યોમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ સંક્રમિત કેસોને લઈને લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. મધ્યરાત્રિના 12 વાગ્યાથી જાહેરાત બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આંતરરાજય વાહનવ્યવહારને અટકાવવા સહિત ટોળાઓને અંકુશમાં લેવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદ શહેરના ચીલોડા સર્કલ પર નરોડા પોલીસે બેરીકેડિંગ કરી બિનજરૂરી વાહનવ્યહારને અટકાવ્યો હતો. સરકારી ધારાધોરણ મુજબના આવશ્યક ચીજ વસ્તુઓને લઈને આવતા વાહનોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. એ સિવાયના તમામ સાધનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

ડીજીપી શિવાનંદ ઝા એ પ્રેસ વાર્તા યોજી લોક ડાઉન વિશે માહિતી આપી હતી. અને રાજ્યની પ્રજાને પ્રશાસનને સહયોગ આપવા આપીલ કરી હતી. સાથે જ નિયમના ભંગ કરવા પર પોલીસ પ્રશાસનને કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે.

Next Story