Connect Gujarat
Featured

અમદાવાદ : શેરબજારમાં નફાની લાલચ આપી 19 લાખ રૂપિયા ખંખેર્યા, ત્રણ આરોપી ઝબ્બે

અમદાવાદ :  શેરબજારમાં નફાની લાલચ આપી 19 લાખ રૂપિયા ખંખેર્યા, ત્રણ આરોપી ઝબ્બે
X

અમદાવાદની એક મહિલાને ઇમેલ તથા ફોન કરી પોતાની કંપનીમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી લાલચ આપી 19 લાખથી વધુની છેતરપિંડી કરનારી એક મહિલા સહિત ત્રણ આરોપીને સાઇબર ક્રાઇમની ટીમે મધ્યપ્રદેશના ઇન્દોરથી ઝડપી પાડયાં છે.

પાલડીમાં રહેતા અને શેર બજારના ટ્રેડિંગનો બિઝનેસ કરતા શાલિની ઠાકર પર ગત જુલાઈમાં એક વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેણે પ્રોમાટ બ્રોકિંગ લિમિટેડમાંથી બોલતા હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તેમણે શાલિની ઠાકરને તેમની કંપની મારફતે શેરબજારમાં લેવેચનો ધંધો કરવામાં નફો મળશે તેવી લોભામણી વાતો કરી 19.80 લાખની રકમ લઈ લીધી હતી. જોકે તેમાંથી કોઈ નફો ન થતાં છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું નહતું. ત્યારબાદ શાલિની ઠાકરે અમદાવાદ સાઇબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં સાઇબર ક્રાઇમની ટીમે ઇન્દોરથી સત્યનારાયણ ઉફેઁ પવિત્ર શ્રીવાસ્તવ યાદવ, આશિષ મોહનલાલ યાદવ અને રશ્મિ કૌશલ પ્રસાદ સોનીની ધરપકડ કરી છે. આ સાથે તેમણે છેતરપિંડીના પૈસાથી ખરીદેલા દાગીના પણ કબજે લેવાયા છે સાઇબર ક્રાઇમ હવે આ મામલે તપાસ કરી રહી છે કે આ ઠગ ટોળકીએ કોઈ બીજા સાથે છેતરપિંડી કરી છે કે નહિ અને એમ પી પોલીસનો પણ સંપર્કઃ કરવામાં આવ્યો છે.

Next Story