Connect Gujarat
Featured

અમદાવાદ : શું "ચેતન" બનાવશે શહેરને ચેતનવંતુ, ચેતન પરમાર મેયરપદની રેસમાં સૌથી આગળ

અમદાવાદ : શું ચેતન બનાવશે શહેરને ચેતનવંતુ, ચેતન પરમાર મેયરપદની રેસમાં સૌથી આગળ
X

અમદાવાદ મહાનગરપાલિકામાં બંપર જીત મેળવ્યાં બાદ મેયરપદ માટે લોબિંગ શરૂ થઇ ચુકયું છે. પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મેયરની બેઠક એસસી માટે અનામત હોવાથી ચેતન પરમાર, રાજેન્દ્ર સોલંકી અને ચંદ્રકાંત ચૌહાણમાંથી કોઇ એક મેયર બને તેવી સંભાવના છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે અને ભાજપે બેઠકો મેળવવાના તમામ રેકર્ડ બ્રેક કર્યા છે ત્યારે હવે એએમસીના નવા મેયર માટે અનેક નામ ચર્ચામા આવી રહયા છે અમદાવાદ મનપામાં પ્રથમ અઢીવર્ષ માટે મેયર પદ SC અનામત છે. તેથી અમદાવાદ પૂર્વમાંથી મેયર બને તેવી શક્યતા દેખાઈ રહી છે. મેયરપદ માટે હિમાંશુ વાળાનુ ચર્ચામા આવ્યું છે તો ભાજપના કોર્પોરેટર ડો.ચંદ્રકાન્ત ચૌહાણ અને રાજેન્દ્ર સોલંકી પણ દાવેદાર છે. ખોખરા વોર્ડના યુવા ઉમેદવાર ચેતન પરમાર 10 હજાર મતની જંગી લીડથી વિજેતા બન્યા છે અને તેની કાર્ય શક્તિ અને વોર્ડમાં પ્રભુત્વ અને તેઓ એસસી સમાજમાંથી આવે છે આ કારણોસર તેઓ પ્રબળ દાવેદાર છે.મેયર પદ માટે ખોખરામાંથી જીતેલા ચેતન પરમાર પ્રબળ દાવેદાર હોવાની પણ ચર્ચા છે ત્યારે ભાજપના યુવા ઉમેદવાર ચેતન પરમારે કનેકટ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી.

ચેતન પરમાર કહે છે કે ભાજપે જે નવા નિયમો બનાવ્યા કે 3 ટર્મ લડેલા લોકોને ટિકિટ નહિ આપવી અને 60 વર્ષથી ઉપરના લોકોને ટિકિટ ના આપવી તે કારણોસર મને ટિકિટ મળી છે. કનેકટ ગુજરાતની ટીમ દ્વારા ચેતન પરમાર ને સવાલ કરવામાં આવ્યો કે આપ મેયરપદ ના પ્રબળ દાવેદાર છો ….તો ચેતન પરમારે જણાવ્યું હતું કે, પાર્ટી કોઈ પણ જવાબદારી આપે તે નિભાવવા તૈયાર છે અને જો પાર્ટી તેને અમદાવાદના મેયરપદ માટે યોગ્ય માને છે તો તેઓ અમદાવાદના વિકાસ માટે કાર્યરત રહેશે પણ સાથે તેઓ તે પણ વાત ને સ્વીકારે છે કે પાર્ટી પાસે મારા સિવાય ઘણા અનુભવી અને યોગ્ય દાવેદારો છે.

Next Story