Connect Gujarat
Featured

અમદાવાદ: : મહેશ્વરી સમાજ દ્વારા નિકોલ ગામે રામજી મંદિરના નિર્માણ માટે રામકથાનું આયોજન કરાયું

અમદાવાદ: : મહેશ્વરી સમાજ દ્વારા નિકોલ ગામે રામજી મંદિરના નિર્માણ માટે રામકથાનું આયોજન કરાયું
X

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ નિકોલ ગામ ખાતે મહેશ્વરી સમાજ દ્વારા રામજી મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આસપાસના વિસ્તારોમાં ક્યાંય રામજી ભગવાનનું મંદિર નથી. જોકે આ મંદિર ભવ્ય બનાવવા માટે અલગ અલગ વિસ્તારોમાં પણ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

રામજી મંદિરના નિર્માણકાર્ય માટે સૌપ્રથમ નિકોલ ગામ ખાતે રામકથાનું આયોજન કરાયું હતું. જોકે કથા પાછળનો મુખ્ય ઉદેશ મંદિર માટે અનુદાન એકત્ર કરવાનો છે. અહીં સવારે સને સાંજે મોટી સંખ્યામાં ભક્તો રામકથાનો લાભ રહી રહયા છે, ત્યારે રામજી મંદિર માટે આ રામકથા બાદ વિવિધ 5 સ્થળે રામકથા કરવામાં આવશે.

જોકે, દરેક રામકથામાં જે કોઈ વક્તા હોય છે તેઓ રામકથા માટે ભેટ સ્વરૂપે નાણાં લેતા હોય છે. પરંતુ અહીં જે વક્તા રામકથા કરી રહયા છે, તેઓ રામજીના ભવ્ય મંદિર માટે વિના મુલ્યે રામકથાનું રસપાન કરાવી રહ્યા છે. તો સાથે જ આ મંદિર કોઈ એક સમાજ માટે નહિ. પરંતુ દરેક સમાજના લોકો અને દરેક વર્ગ માટે ઉદાહરણરૂપ સાબિત થશે. આ આયોજન પાછળ તેજેન્દ્રસિંહ જાડેજા અને ધનજી સાવલિયા મુખ્ય યજમાન છે. આ રામકથા માટે સમાજના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાઠીએ પણ સતત માર્ગદર્શન આપ્યું છે. આમ આવનાર વર્ષોમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભવ્ય રામજીનું મંદિર નિર્માણ પામવા જઈ રહ્યું છે.

Next Story