Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : પીપીઇ કીટ સ્વીકારતી વેળાએ જ મેયર બીજલ પટેલે માસ્ક ન પહેર્યું, નિયમોનો કર્યો સરેઆમ ભંગ

અમદાવાદ : પીપીઇ કીટ સ્વીકારતી વેળાએ જ મેયર બીજલ પટેલે માસ્ક ન પહેર્યું, નિયમોનો કર્યો સરેઆમ ભંગ
X

કોરોના વાઇરસની મહામારીના કારણે સરકાર દ્વારા નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેમાં નાગરિકોને ગાઈડલાઈનનું પાલન કરવાનું કહેતા પહેલા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર બીજલ પટેલે જ નિયમોના પાલનનો ભંગ કર્યો હતો.

એસબીઆઈ લાઇફ ઈન્સ્યોરન્સ કંપનીએ અમદાવાદ મ્યુનિ.ને રૂપિયા 45 લાખની કિંમતની 5 હજાર જેટલી પીપીઈ કિટ દાનમાં આપી છે. જોકે આ પીપીઈ કિટ સ્વીકારતી વેળાએ ફોટો પડાવતા હતા જેમાં હાજર તમામ લોકોએ સરકારની નવી ગાઈડલાઈન મુજબ મોંઢે માસ્ક પહેર્યા હતા. પરંતુ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર બીજલ પટેલે જ માસ્ક ન પહેર્યું હોવાથી વિવાદ સર્જાયો હતો, ત્યારે 5 વ્યક્તિઓ સાથે ઊભા રહી ફોટો પડાવતી વખતે માસ્ક પહેરવું જોઈએ તેના બદલે ખુદ મેયરે જ વગર માસ્કે ફોટો પડાવ્યો હતો. ઉપરાંત જ્યારે સામાન્ય વ્યક્તિ માસ્ક વગર બહાર નીકળે તો તેની પાસેથી દંડ વસૂલવામાં આવે છે, પરંતુ પીપીઇ કિટ સ્વીકારતા સમયે જ મેયર માસ્ક વગર જોવા મળતા તેઓએ સરકારની નવી ગાઈડલાઇનના નિયમોનો સરેઆમ ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે.

Next Story