Connect Gujarat
Featured

અમદાવાદ : 240થી વધુ કર્મચારીઓ રોજ છાંટે છે હજારો લીટર દવા ત્યારે લોકો રહે છે સલામત

અમદાવાદ : 240થી વધુ કર્મચારીઓ રોજ છાંટે છે હજારો લીટર દવા ત્યારે લોકો રહે છે સલામત
X

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના 22 પોઝીટીવ કેસ મળી આવ્યાં બાદ સમગ્ર શહેરમાં સેનીટાઇઝેશન કરાઇ રહયું છે. ફાયર વિભાગના 240 જેટલા કર્મચારીઓ રોજ હજારો લીટર દવાનો છંટકાવ કરી વાતાવરણને જંતુમુકત બનાવી રહયાં છે.

અમદાવાદ ફાયર બ્રિગેડના 240 થી વધુ કર્મીઓ દિવસ -રાત કામ કરી રહયાં છે. શહેર ની મુખ્ય ફાયર ઓફિસથી દરરોજ સવારે ક્યાં ક્યાં વિસ્તારોને સેનીટાઈઝ કરવા તે નક્કી કરવામાં આવે છે. સેનીટાઇઝેશન માટે સતત અહીં લિકવિડ બનાવવામાં આવી રહ્યું છે.અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં લગભગ 22 થી વધારે ગાડીઓ સવારથી સાંજ સતત દવાનો છંટકાવ કરી રહી છે. જમાલપુર સ્થિત મુખ્ય ઓફિસેથી દિશા નિર્દેશ મળ્યા બાદ અહીંથી કર્મચારીઓ નીકળે છે આધુનિક ઉપકરણો સાથે શહેર ને 2 વખત તો સેનીટાઈઝ કરવામાં આવ્યું છે. 9 લાખ લીટર પાણી અને 80 કરોડ લીટર મિસ્ટ લિકવિડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રોજની 2,000 લીટર દવા ઉપયોગમાં લેવામાં આવે છે. રોજ 34 ગાડીઓ અને 5 થી 6 જેટલા ફેરા કરે છે તેમજ 175 જેટલા જવાનો આ કામમાં જોતરાયેલાં રહે છે. કનેકટ ગુજરાતની ટીમે મુખ્ય ફાયર ઓફિસર એમ એફ દસ્તુર સાથે વાત કરી તેઓ કહે છે કે છેલ્લા 1 સપ્તાહ થી અમે શહેર ને સેનીટાઇઝ કરી રહયા છે. અમદાવાદ ના વિસ્તારો મોટા હોવાથી થોડી તકલીફ પડે છે પણ મોટાભાગના વિસ્તારો ને આવરી લેવામાં આવ્યા છે.

Next Story