Connect Gujarat
Featured

અમદાવાદ: મોટેરા સ્ટેડિયમનું નામ બદલાયું,હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાશે, જુઓ વિડીયો

અમદાવાદ: મોટેરા સ્ટેડિયમનું નામ બદલાયું,હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાશે, જુઓ વિડીયો
X

અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું છે. અત્યારસુધી મોટેરા સ્ટેડિયમ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમના નામે ઓળખાતું ક્રિકેટ સ્ટેડિયમ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાશે.

https://twitter.com/BCCI/status/1364535693125423107

અમદાવાદનાં મોટેરામાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નિર્માણ પામ્યું છે. જેનું આજરોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહ સહિત રાજયપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ અને ગુજરાત ક્રિકેટ એશો.ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રપતિએ આ સ્ટેડિયમના નામ પરથી પડદો હટાવ્યો અને લોકો અચમ્બમા પડી ગયા હતા. કારણકે અત્યારસુધી મોટેરા સ્ટેડિયમ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમના નામે ઓળખાતું હતું, પરંતુ હવે જેવું આ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બન્યું કે તુરંત ગુજરાત ક્રિકેટ એસોસિયેશને એનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું છે.

https://twitter.com/BCCI/status/1364504917344284672

મોટેરાનું આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની ગયું છે જેમાં એક લાખ 32 હજાર દર્શકોની ક્ષમતા છે. આજે સ્ટેડિયમમાં ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમવાની શરૂઆત થઈ છે. અને ડે - નાઈટ ટેસ્ટ મેચ રમવામાં આવે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી ચોથી ટેસ્ટ મેચ પણ મોટેરા સ્ટડિયમમાં રમાશે અને તે બાદ બંને ટીમો અહીં પાંચ વન-ડે મેચ પણ રમશે.

Next Story